Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વિંછીયાના વિવિધ પ્રશ્નોની ગાંધીનગરમાં રજૂઆત

આટકોટ તા.૨૯ : પાંચાળ પ્રદેશનો વિંછીયા તાલુકો જે ભૌગોલીક દ્રષ્ટિએ ઉંધી રકાબી સમાન છે, જયાં કોઈ વરસાદના પાણીના સંગ્રહ માટે મોટા ડેમ ન હોવાને કારણે વરસાદનુ પાણી દરિયામાં વહી જાય છે. ડુંગરાળ અને આંતરિયાળ છેવાડાના ગામડાઓમાં પુરતી સુવિધાઓનો અભાવ છે, જેના કારણે રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ઉપયોગી યોજનાઓનો છેવાડાના લોકો સુધી પુરતો લાભ મળી શકતો નથી.

સુવિધા ઓથી વંચીત વિંછીયા શહેર અને તાલુકાના લોકોની વેદનાને વાચા આપવા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને  વિંછીયા સરકારી એંજિનિયરીંગ કોલેજ  એનસીસી યુનિટ - એનએસએસ (રાષ્ટ્રીય સેવા યોજના ) વિંછીયા શહેરને શુદ્ઘ પીવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપવો - રમતવીરો માટે રમત ગમતનુ મેદાન ફાળવવા - તાલુકા કક્ષાની લાઈબ્રેરી - ફાયર સ્ટેશનની સુવિધા વિકસાવવી - વિંછીયા ગ્રામ પંચાયતને નગર પાલિકાનો દરજ્જો આપવો , વિંછીયા આજુબાજુ મલ્ટીસ્પેસ્યાલીસ્ટ હોસ્પિટલ ઉભી કરવી.

 વિંછીયા શહેર અંદરના પ્રવેશદ્વારનુ નવીનીકરણ અપગ્રેડ તેમજ સુશોભન કરવું (પાણીવાળો ) દરવાજો - સૌની યોજનામાં સમાવિષ્ટ રેવાણીયા તળાવ - પાનેલીયા તળાવ - તેમજ ધારેય ડેમમાં ભરવું - જસદણ - વિંછીયા પંથકમાં જીઆઇડીસી ઉભી કરવી તેમજ વિંછીયા શહેર તેમજ તાલુકાના ગરીબો તેમજ આવાસ યોજના અંગે વિવિધ પ્રશ્નોની  પાંચાળ વિકાસ વોર્ડના પ્રમુખ વિનોદભાઇ વાલાણીએ રજુઆત કરી હતી.

(11:39 am IST)