Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

થાનના જામવાડી ગામમાં શિવમંદિરમાં ગુપ્ત ધનની આશંકામાં મુર્તિઓ હટાવીને ખોદકામ કર્યાનું તારણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૯ : પાંચાળની ભૂમિ એટલે સંત, સુરા અને સતીનો ભોમકા આવી પવિત્ર ભૂમિમાં થાનથી ૫ કિમી દૂર આવેલા જામવાડી ગામમાં આવેલા ૧૨૦૦ વર્ષ જૂના મુનીની દેરી નામે ખોળખાતા શિવમંદિરમાં શિવલીંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવતા અનેક રહસ્યો ઘેરાયા છે. આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ ૫થી૬ ફૂટનો ખાડો કરી ખોદકામ કરવામાં આવ્યુ હોવાની હાલ શંકા સેવાઇ રહી છે. થાન પીઆઇ અને મામલતદાર સહિતની ટીમ જામવાળી ગામે પહોંચી દ્યટનાનું નિરીક્ષણ કર્યું હતું.

પાંચાળની ભૂમિ એટલે સંત, સુરા અને સતીનો ભોમકા આવી પવિત્ર ભૂમિમાં થાનથી ૫ કિમી દૂર આવેલા જામવાડી ગામમાં આવેલા ૧૨૦૦ વર્ષ જૂના મુનીની દેરી નામે ખોળખાતા શિવમંદિરમાં શિવલીંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવતા અનેક રહસ્યો દ્યેરાયા છે. આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ ૫દ્મક ૬ ફૂટનો ખાડો કરી ખોદકામ કરવામાં આવ્યુ હોવાની હાલ શંકા સેવાઇ રહી છે. થાન પીઆઇ અને મામલતદાર સહિતની ટીમ જામવાળી ગામે પહોંચી દ્યટનાનું નિરીક્ષણ કર્યું હતું.

પાંચાળની પવિત્ર ભૂમિમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાં પાંચાલી અને પાંડવોની યાદ અપાવતા અનેક સ્થળો આજે પણ મોજૂદ છે. આ મંદિરો એ પાંચાળની ભૂમિની આગવી ઓળખ તો છે જ પરંતુ સાથે સાથે લાખો શ્રધ્ધાળુઓ અને ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર પણ છે. થાનથી ૫ કિમી દૂર આવેલા જામવાડી ગામની ભાગોળે મુનની દેવળ તરીકે ઓળખાતું પ્રખ્યાત શિવમંદિર આવેલું છે. આ શિવમંદિર ૧૨૦૦થી વધુ વર્ષ પ્રાચીન છે. પુરાતત્વથી રક્ષિત જાહેર કરાયું છે. મંદિર રક્ષિત, પણ રક્ષક કોઈ નહીં.થાનના જામવાડી ગામે ગુપ્ત ધન મેળવવાની લાલચમાં ૧૨૦૦ વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં ખોદકામ; શિવલિંગ, નંદી દૂર કરી ૫થી ૬ ખાડો ખોદી અને ધન ગોતવાની શકયતા હાલમાં વર્તાઈ રહી છે.

(11:39 am IST)