Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ધોરાજીમાં ચોથા માળની ગેલેરીમાંથી ગબડી પડતાં સદામને ગંભીર ઇજા

ચક્કરની બિમારી હોઇ અકસ્માતે પટકાયોઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૯: ધોરાજીમાંચિસ્તીયા કોલોનીમાં રહેતો સદામ અઝીઝભાઇ શ્યામવાલા (મેમણ) (ઉ.વ.૨૨) પોતાના ઘરે ચોથા માળેથી અકસ્માતે પડી જતાં બંને પગ-શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

સદામ ૨૬મીએ બપોરે બારેક વાગ્યે ચોથા માળે ગેલેરીમાં હતો ત્યારે ચક્કર આવતાં પડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી.

સદામ બે ભાઇમાંનાનો છે અને તેને ચક્કર આવવાની બિમારી હોઇ જેથી કામ કરી શકતો નથી. અકસ્માતે ગબડી પડ્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(11:32 am IST)