Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મોરબી ચોરીનો આરોપ લગાવી ત્રણ યુવાનોને કારખાનામાં બોલાવી લમધારી નખાયા

જેતપર રોડ ઉપર મનીષ કાંટા નજીક બનેલી ઘટનામાં જાતિ પ્રત્યે અપમાનિત કરવા, ધાડ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર કન્ટેનરમાં છાંટવાની દવા ચોરી કર્યાનો આરોપ લગાવી કારખાનેદાર સહિતના પાંચ શખસોએ ત્રણ યુવાનોને પ્લાસ્ટિકના પાઈપથી મારમારી, જાતિ પ્રત્યે અપમાનિત કરી મોબાઈલ અને આરસી બુક પડાવી લેતા મારામારી, ધાડ સહિતની ભારેખમ કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.
ઘટના અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિજયભાઇ રણછોડભાઇ જાદવ( ઉ વ.૩૦ )ધંધો.ફીમીકેશન( રહે. નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટી વાળા )ને હાર્દિકભાઇ બોપલીયા, મયુરભાઇ, જીગરભાઇ, નયનભાઈ, સાગરભાઇ (રહે.બધા મોરબીવાળાઓ)એ ગત તા.4 જુલાઈના રોજ સુપર ડીસ્પલે કારખાનામા બોલાવી કન્ટેનરમાં છાંટવાની દવા ચોરી કર્યાનો આરોપ લગાવી બેફામ માર માર્યો હતો.
 વધુમાં આ ઘટનામાં અગાઉ સમાધાન થઈ ગયું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ ફરિયાદમાં જણાવાયું છે કે ઉપરોક્ત પાંચેય આરોપીઓ દ્વારા ફરિયાદી અને સાહેદને પી.વી.સી.ના પાઇપથી આડેધડ સામાન્ય મુંઢ માર મારી ગાળો આપી અનુ.જાતિ હોવાનુ જાણતા હોવા છતા જાતિ પ્રત્યે અપમાનિત કરી ફરીયાદીના રોકડા રૂપિયા ૪૫૦ તથા સાહેદ કૈલાસભાઇનો વિવો કંપનીનો મોબાઇલ તથા તેમના મોબાઇલનુ પાવર બેન્ક તથા રોકડા રૂપિયા ૨૦૦૦ તથા સાહેદ ગીરીશભાઇનો ઓપો કંપનીનો મોબાઇલ તથા બે મો.સા.ની આર.સી.બુક તથા રોકડા રૂપિયા ૨૦૦૦ ધાડ કરી લઇ જતા આ બનાવ મામલે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

(9:17 pm IST)