Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ગોંડલ ૨૨૦ કે.વી. સબ.સ્ટેશનમાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો

ગોંડલ  ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન લી. (જેટકો)ગોડલ ડીવીઝન ના તાબા હેથળ આવતા ૨૨૦ કે.વી. સબસ્ટેશન માં ફરજ બજાવતા વી.ટી.મકવાણા (લાઈનમેન)વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયેલ હતો 

 વિદાય સમારંભમાં ગોડલ ડીવીઝન ના કાર્યપાલક ઈજનેર પી.કે.અઢીયા નાયબ ઈજનેર આર.એચ.ધીનૈયા એ.ડી.જાની એ.એમ.સોજીત્રા તથા લાઈન સ્ટાફ ઓપરેટિંગ સ્ટાફ સહિતના મોટીસંખ્યામાં કમૅચારીગણની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યા વાતાવરણમાં ભવ્યરીતે યોજાયો હતો જેમનું સંચાલન કે.કે.પરમાર(લાઈન ઈન્સપેકટર)તથાએચ.એન.ચુડાસમાએ કર્યું હતું સમારંભના અંતમાં ભોજન સમારંભ યોજાયો હતો અને ઉપસ્થિત રહેલ તમામ સાથી કમૅચારી ગણનો અંતમાં આભાર વ્યક્ત કર્યોં હતો

(11:32 pm IST)