Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જુનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્‍યાયને નાયબ નિયામક તરીકે બઢતી સાથે બદલી

શિક્ષણાધિકારી કચેરીના સ્‍ટાફ તથા શાળા સંચાલકો તેમજ સાધુ સંતો દ્વારા ભવ્‍ય વિદાયમાન અપાયુ : જુનાગઢ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે રાજય કક્ષાએ પ્રથમ સ્‍થાન અપાવનાર અને કોરોના કાળ દરમ્‍યાન રકતદાન કેમ્‍પ શિક્ષકો માટે વિદ્યાર્થીઓ માટે વેકસીનેશનની સફળ નેતૃત્‍વ સંભાળનાર શ્રી ઉપાધ્‍યાયને વિવિધ આગેવાનો અધિકારી કર્મચારીઓ દ્વારા ભવ્‍ય વિદાયમાન અપાયુ

ઉપરોકત તસ્‍વીરમાં શ્રી ઉપાધ્‍યાયને શુભેચ્‍છા પાઠવતો સ્‍ટાફ તથા આગેવાનો અને સંતો નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૦ : જુનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્‍યાયની નાયબ નિયામક ૧૦+ર કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર ખાતે બઢતી સાથે બદલી થતા તેઓને ભવ્‍ય વિદાયમાન આપવામાં આવેલ.

શ્રી આર.એસ. ઉપાધ્‍યાય તા. ૧-૯-૧૯૯૦ ના રોજ ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળા સામખીયાળી તાલુકો ભુજ જીલ્લો કચ્‍છમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ ત્‍યાં ૧ વર્ષ ફરજ બજાવી તા. ૮-૧૦-૯૧ માં વલ્લભીપુર સરકારી શાળા અને ર૦૦ર માં જીપીએસસી પાસ કરી નેસડા સરકારી હાઇસ્‍કુલમાં પ્રિન્‍સીપાલ તરીકે શિક્ષણ સેવાવર્ગ-રમાં આવ્‍યા અને વર્ષ ર૦૧૩-૧૪માં વર્ગ-૧માં પ્રમોશન મળતા તેઓને પ્રથમ નિમણુંક ગિર સોમનાથના પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે થયેલ અને ત્‍યાંથી બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી અને સાબરકાંઠા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ડબલ ચાર્જ સંભાળી કામગીરી બજાવેલ અને ત્‍યાંથી રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે તા. ૩૧-૧ર-ર૦૧૮ થી પોણા બે વર્ષ સુધી ફરજ બજાવેલ અને ત્‍યાંથી જુનાગઢ ખાતે તા. ર૮-૮-ર૦ર૦ ના રોજ જુનાગઢના જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પોણા બે વર્ષ સુધી ડબલ ચાર્જમાં ફરજ બજાવી જુનાગઢ જીલ્લાને રાજય કક્ષાએ શિક્ષણ જગતમાં સેન્‍ટર શિક્ષકોને ઉચ્‍ચતર પગારના કેમ્‍પો યોજી ટુંકાગાળામાં ખુબ સારી કામગીરી બજાવેલ.

જેમાં જુનાગઢ અને વંથલી માણાવદર કેશોદ માંગરોળ માળીયા હાટીના મેંદરડા ભેંસાણ સહિતના તાલુકાઓમાં રકતદાન કેમ્‍પ શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવની પ્રેરણા અને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્‍ય વિભાગના સહયોગથી જિલ્લા શિક્ષણ પરિવાર જુનાગઢ દ્વારા ર૦૧૩ બોટલ રકતદાન કરાયું હતું જે કોરોના દર્દીઓ અને થેલેસેમીયાગ્રસ્‍તોને સિવિલ હોસ્‍પિટલ મારફત જરૂરીયાત મંદોને અર્પણ કરાયું હતું.

તેમજ ગત રર થી ર૪ જુન-ર૦ર૧ દરમ્‍યાન ઉચ્‍ચતર પગાર ધોરણનો કેમ્‍પ રાખી. યોજી બિનસરકારી માધ્‍યમિક ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓના કર્મચારીઓને ઉચ્‍ચતર પગાર ધોરણનો સમયસર લાભ અપાવેલ.

તેમજ કોરોના કાળ દરમ્‍યાન જુનાગઢ જીલ્લાની તમામ સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને કોરોના સામે સુરક્ષિત કરવા તબબક્કાવાર પ્રથમ અને બીજા ડોઝ ૪૬પ૭ કર્મચારીઓને આપવામાં આવેલ તેમજ પ લાખ વિદ્યાર્થીઓએ પોસ્‍ટકાર્ડ લખીને કોરોના રસી લેવા પરિવારજોને જાગૃત કર્યા હતા શ્રી ઉપાધ્‍યાય દ્વારા જિલલાના નેસના છાત્રો અભ્‍યાસથી વંચિત ન રહે તે માટે ૧પ નેસમાં શિક્ષણ સેવા ઉપલબ્‍ધ કરેલ અને સર્વે હાથ ધરી શિક્ષકો ન જઇ શકે ત્‍યાં ટીવી મુકી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંતશ્રી ઉપાધ્‍યાય દ્વારા ધો. ૧૦ અને ૧ર ના છાત્રોને દોઢ કિ.મી. વિસ્‍તારમાં કેન્‍દ્ર આપી સમયનો બચાવ થાય તેવું સફળ આયોજન પણ કરેલ હતું. તેમજ ધો. ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓને ૧પ થી ૧૮ વર્ષની વય ધરાવતા ૩૭૦૪૬ વિદ્યાર્થીઓને રસીકરણ પણ સફળતા પૂર્વક કરાવેલ અને પ્રથમ અને દ્વિતીય ડોઝ આપી સુરક્ષિત કરવામાં આવેલ.

તેમજશ્રી ઉપાધ્‍યાય દ્વારા તત્‍કાલીન ઇઆઇ આર.વી. પરમાર એલ.વી. કરમટા અને સ્‍ટાફને સાથે રાખી જુનાગઢ જિલ્લામાં ર૩૬ પ્રવાસી શિક્ષકોનો કેમ્‍પ યોજી સ્‍થળ પર મંજુરી આપેલ અને જુનાગઢ જિલ્લાના ૭૩ શિક્ષકો શિક્ષણ સહાયકોને પ્રથમ માસથી જ પુરા પગારનો લાભ મળે તેમ ાટે ડેટા ઇન્‍ડો મોકલી અને કુલપગારનો સમયસર લાભ અપવોલ અને હાલમાં સરકારી ભણતરમાં જુનાગઢ જિલ્લાને ગુજરાત રાજયમાં પ્રથમ અને રાજયમાં ૧૯ મુ સ્‍થાન મેળવી અને જુનાગઢના જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્‍યાયના નેતૃત્‍વ હેઠળ શિક્ષણ ક્ષેત્રે વધુ એક સિધ્‍ધી હાંસલ કરી ભારત સરકારના શિક્ષણ વિભાગે હેઠળ શાળા શિક્ષણ સાક્ષરતા વિભાગ દ્વારા પરફોર્મ્‍સ ગ્રેડીંગ રીપોર્ટ (પીજીઆઇ) જાહેર કરાયો જેમાં જુનાગઢ જિલ્લાએ સમગ્ર રાજયમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરેલ અને દેશ ભરનાં ૬પ૦ જિલ્લાઓમાં ૧૯ મુ સ્‍થાન પ્રાપ્ત કેરલ છે અને કોરોના કાળ દરમ્‍યાન પ્રાથમિક અને માધ્‍યીમકમાં ઓનલાઇન શિક્ષણ પણ સતત ચાલુ રાખી અને વિદ્યાર્થીઓ માટે ચાલુ રાખવામાં આવેલ જેનુ સતત મોનીટરીંગ ખુદ શ્રી ઉપાધ્‍યાય દ્વારા કરાતું અને ઓનલાઇન હાજરી પણ શાળાઓ પાસેથી માંગવામાં આવતી હતી આમ વિદ્યાર્થીઓને શિક્ષણ પરિવાર માટે સતત કાર્યરત રહે તા એવા શ્રી ઉપાધ્‍યાયને બઢતી સાથે બદલી થતા શ્રી ઉપાધ્‍યાયને અભિનંદન પાઠવવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રીતસર લાઇનો લાગી અને મોબાઇલ પર શુભેચ્‍છા સતત રણકાવા લાગી હતી.  શ્રી ઉપાધ્‍યાયને તેમની કચેરીના ઇ.આઇ. મનિષાબેન હિંગરાજીયા જયોત્‍સનાબેન સાપરીયા એલ.વી. કરમટા આર.વી. પરમાર વી.એલ. ભૂત આર.બી. મહાવદીયા હિમાંસુ દવે પ્રોમદ વાઘેલા એન.વી. લોઢીયા સહિતના એ શ્રીફળ સાકળનો પડો આપી  તેમજ જુનાગઢ જિલ્લા સમસ્‍ત બ્રહ્મમ સમાજના પ્રમુખ અને નોબલ સ્‍કુલના સંચાલક કે.ડી. પંડયા અને જિલ્લામાં માધ્‍યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારા તથા અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તેમજ  શ્રી સ્‍વામી નારાયણ મુખ્‍ય મંદિરના પુ. દેવનંદનસ્‍વામી પી.પી. સ્‍વામી તેમજ પ્રેમ સ્‍વરૂપદાસજી સહિતના સંતોએ શ્રી ઉપાધ્‍યાયને પ્રસાદીનો હાર સિધ્‍ધેશ્વર મહાદેવની છબી અને ઉપવષા ઓઢાડી ભાવભર્યુ સન્‍માન કર્યુ હતું. ઉપરાંત સાધુ સંતોમાં પુ. ઇન્‍દ્રભારતી બાપુએ શુભકામના આપી ખુબ આગળ વધો તેવી પીનાકયાની ભગવાન પાસે પ્રાર્થના સહ ટેલીફોનીક શુભેચ્‍છા પાઠવેલ ઉપરાંત ઉપલા દાતારના મહંત પૂ. ભીમબાપુએ વીડીયો કોલીંગથી વાત કરી અને શુભેચ્‍છા પાઠવતા કહ્યું હતું કે દાતારબાપુના આશિર્વાદથી આપ હજુ પણ આગળ પ્રગતિ કરો એવી શુભેચ્‍છા પાઠવી હતી

(2:24 pm IST)