Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજય સરકાર દ્વારા રપ૦ કરોડની રકમ જામનગર, કાલાવડ રોડની ફોર લાઇન માટે જાહેર

જામનગરના પૂર્વ સાંસદ ચન્‍દ્રેશભાઇ પટેલની સફળ રજુઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૦ : જામનગરના પુર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ દ્વારા તા.રર/૪/ર૦રર ના રોજ કરવામાં આવેલ રજુઆતને સફળતા મળી છે.  ગુજરાત સરકાર દ્વારા રપ૦ કરોડની રકમ જામનગર, કાલાવડ રોડને ફોર લાઇન માટે જાહેર કરેલ છે.

ચંદ્રેશભાઇ પટેલે પાઠવેલા પત્રમાં જણાવ્‍યું હતું કે જામનગરથી જુનાગઢ સુધીનો નેશનલ હાઇ-વે વર્ષ ર૦૧૭ માં મંજુર કરવામાં આવેલ પરંતુ આજ સુધીમાં આ રોડનું કામ શરૂ થયેલ નથી. કાલાવડ, ધોરાજી સુધીનું કામ ટુંક સમયમાં શરૂ થવાનું છેતેવું જાણવા મળેલ છે. પરંતુ જામનગરથી કાલાવડ સુધીના રોડની માત્ર જાહેરાત જ થયેલ છે જેમાં હજુ રોડનું એલાઇન્‍મેન્‍ટ જ થયેલ છે. જમીન સંપાદનનું કામ પણ બાકી છે. આ જોતાં હજુ ર વર્ષ જેટલો સમય લાગે તેમ છે અને રોડ સાંકડો હોવાના કારણે રોડ પર અનેક વખત અકસ્‍માતો સર્જાયા છે જેમાં અનેક માણસોના મૃત્‍યુ થયેલા છે.

જામનગર, કાલાવડ રોડ પર વધારે ટ્રાફીક હોવાનું કારણ જામનગર, રાજકોટ વાયા ધ્રોલ નેશનલ હાઇ-વે માં વચ્‍ચે બે ટોલનાકા છે જેના કારણે ટોલ બચાવવા ભારે વાહનો કાલાવડ તરફથી ચલાવવામાં આવે છે તેથી કરીને સત્‍વરે આ રોડનું કામ નેશનલ હાઇવે જરૂરી કાર્યવાહી કરી વહેલાસર શરૂ થાય તો જામનગરથી જુનાગઢ અને જામનગરથી રાજકોટ વાયા કાલાવડ પરના ટ્રાફીકને ખુબ જ ફાયદો થાય તેમ છ.ે આશા રાખુ છું કે સત્‍વરે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા.

જિલ્લાને જામનગર, જુનાગઢ વાયા કાલાવડ નેશનલ રોડ આપવા બદલ આપશ્રી તેમજ કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને અભિનંદન પાઠવું છું. તેમ અંતમાં ચંદ્રેશભાઇ પટેલે જણાવ્‍યું છે.

(2:00 pm IST)