Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજ આસ્‍થાના પ્રતીક ગણાતા આટકોટ, બોખીરા (પોરબંદર) અને મજેવડી ખાતે અષાઢી બીજ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાશે

મજેવડી અને આટકોટ ખાતે ભવ્‍ય રથયાત્રા નીકળશે : ભજન ભોજન અને સત્‍સંગનો ત્રિવેણી સંગમ ત્રણ શહેરોમાં જોવા મળશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૩૦  : સમગ્ર દેશમાં વસતા લુહાર સુથાર પંચાલ વિશ્વકર્મા સમાજના આસ્‍થાના પ્રતિક ગણાતા સંત શ્રી દેવતણખીદાદા તેમજ સતી માં લોયણદેવીના સાનિધ્‍યમાં અને રાજકોટ જિલ્લાના આટકોટ જૂનાગઢ જિલ્લાના મજેવડી પોરબંદર જિલ્લાના બોખીરા ગામ ખાતે ભવ્‍ય અષાઢી બીજ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાશે

 રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે શ્રી મહાસતી લોયણદેવ સમસ્‍ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્‍ટ આટકોટ દ્વારા અષાઢી બીજ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે જે અંગે શ્રી મહાસતી લોયણ દેવી સમસ્‍ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્‍ટના પ્રમુખ જે.પી રાઠોડ એ જણાવેલ કે તારીખ ૧ ને શુક્રવારના રોજ અષાઢી બીજના પાવન -સંગે આટકોટમાં સતી લોયણદેવીના મંદિર ખાતે ભવ્‍ય અષાઢી બીજ મહોત્‍સવ ઉજવાશે જેમાં સવારે ૭:૦૦ કલાકે મહાયજ્ઞ બાદ બપોરે મહાપ્રસાદ અને બપોરે ૨:૦૦ કલાકેમાં સતી લોયણદેવી  માતાજીના સાનિધ્‍યમાં વિશાળ રથયાત્રા નીકળશે રથયાત્રા આટકોટ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરશે તેમજ દિવસ દરમિયાન સંતવાણી લોકડાયરો યોજાશે સાંજે ચાર વાગે ધ્‍વજારોહણ અને રથ યાત્રાના સમાપન સમયે વિશાળ ધર્મ સભા યોજાશે આ ધર્મ સભામાં મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજી ભારતીબાપુ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ખાસ ઉપસ્‍થિત રહેશે તેમજ ગુજરાત સરકારના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ પંચાલ પૂર્વ પ્રદેશ ભાજપના અગ્રણી ભગવાનદાસ પંચાલ રાજુભાઈ મકવાણા રાજકોટ પરસોત્તમભાઈ પિત્રોડા દાસકાકા અમદાવાદ અશ્વિનભાઈ ચૌહાણ અમદાવાદ નાથાભાઈ પિત્રોડા અમદાવાદ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ધોરાજી હસમુખભાઈ સોલંકી નીલકંઠ વિજયભાઈ મોહનભાઈ અમદાવાદ મુકેશભાઈ પંચાલ અમદાવાદ કાંતિભાઈ પીઠવા કાંતિલાલ પીઠવા સોનાર દીપકભાઈ રાઠોડ ભાવનગર અશોકભાઈ કવૈયા હસમુખભાઈ પંચાલ વિગેરે મહાનુભાવો તેમજ પૂર્વ મામલતદાર અને આઠસો વાર જમીન ના દાતા એવા એમ.ટી.સોલંકી સાહેબ વિનુભાઈ ડોડીયા ઢશા તેમજ પિયુષભાઈ પરમાર મહુવા પરેશભાઈ દાવડા રાજકોટ ભરતભાઈ રાઠોડ ભાવનગર પ્રવીણ ભાઈ મકવાણા અમરેલી કાંતિભાઈ વાઘેલા આટકોટ બકુલભાઈ પરમાર જસદણ વિજયભાઇ રાઠોડ જસદણ જયંતીભાઈ પરમાર રાજકોટ રાજુભાઈ સિધ્‍ધપુરા રાજકોટ ભરતભાઈ ચુડાસમા ભાવનગર ગોપાલભાઈ મારુ મોરબી વિનુભાઈ ડોડીયા ઢશા જીતેન્‍દ્રભાઈ ચુડાસમા સાવરકુંડલા વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

 અષાઢી બીજ મહોત્‍સવને સફળ બનાવવા માટે શ્રી મહા સતી લોયણદેવી સમસ્‍ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રીઓ જે.પી રાઠોડ સ્‍વ.નારણભાઈ ડોડીયા પરિવાર રામજીભાઈ પરમાર વિનુભાઈ ડોડીયા રમેશભાઈ ડોડીયા ચંદુભાઈ વાઘેલા ભરતભાઈ મકવાણા વગેરે ટ્રસ્‍ટીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે

 પોરબંદર જિલ્લાના બોખીરા ગામ ખાતે લુહાર સમાજના કુલ પોષણ સંત શ્રી દેવતણખી બાપાના જન્‍મસ્‍થાન ખાતે સંત શ્રી દેવતણખી બાપા તથા શ્રી લીરલ માતાજીના જન્‍મ સ્‍થળ બોખીરા ધામ શ્રી સમસ્‍ત લુહાર પંચાલ સમાજ દ્વારા આયોજિત ભવ્‍ય અષાઢી બીજ મહોત્‍સવ ઉજવવામાં આવશે

 ધોરાજી જુનાગઢ વચ્‍ચે ૧૩ કિલોમીટર દૂર આવેલ  પવિત્ર યાત્રાધામ દેવતણખીધામ મજેવડી ખાતે આ વર્ષે બે દિવસીય અષાઢી બીજ મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવવામાં આવશે અષાઢી બીજ મહોત્‍સવ માં સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડશે તારીખ ૩૦ અને તારીખ ૧ બે દિવસીય ભજન ભોજન અને સત્‍સંગ ત્રિવેણી સંગમ સાથે ૧૧૧ મી રથયાત્રા ભવ્‍ય રીતે નીકળશે

 દેવતણખી ધામ મજેવડી ખાતે ૧૧૧ મી રથયાત્રા વિવિધ શણગારેલા ફલોટ સાથે દેવતણખીધામ મજેવડી મંદિર ખાતે થી -પ્રારંભ થશે જે મજેવડી ગામના વિવિધ માર્ગોઉપર ફરશે અને દેવતણખી દાદા ના જુના નિવાસસ્‍થાન ખાતે માતાજી લીરલબાઈ ના મામેરા  બાદ સાંજે ૬:૦૦કલાકે ધ્‍વજારોહણ અને રાત્રીના ૧૦:૦૦ રામદેવજી મહારાજ ના પાઠ યોજાશે

દેવતણખી ધામ મજેવડી ના ટ્રસ્‍ટી શ્રીઓ એ જણાવેલ કે અષાઢી બીજ મહોત્‍સવ એટલે સમગ્ર ભારત વર્ષમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો માટે અનેરો ઉત્‍સવ ગણાય છે અને સમગ્ર દેશમાંથી મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહેશે

 આ સાથે સંસ્‍થાના ટ્રસ્‍ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળા વાળા દ્વારા દર વર્ષે આયોજિત દેવતણખી દાદા ના જીવન ચરિત્ર ઉપર ધાર્મિક પ્રદર્શન યોજવામાં આવે છે , તેમજ ૧૧૧ મી રથયાત્રાના પાવન -પ્રસંગે વિવિધ શણગારેલા ફલોટ પણ તેઓ રજુ કરશે

અષાઢી બીજ મહોત્‍સવ ને સફળ બનાવવા માટે દેવતણખી ધામના ટ્રસ્‍ટીશ્રીઓ શાંતિભાઈ ગોહિલ, રાજુભાઈ પિત્રોડા, રમેશભાઈ કારેલીયા, પ્રવીણભાઈ દાવડા, પ્રવીણભાઈ કારેલીયા, વલ્લભભાઈ પરમાર, પરસોત્તમભાઈ પિત્રોડા દાસકાકા, જયંતીભાઈ  હરસોરા, નિરંજનભાઇ પરમાર, અતુલભાઈ મકવાણા, ભીખાભાઈ ડોડીયા, જયંતીભાઈ પરમાર, ધીરજલાલ ગોહિલ, ભરતભાઈ પીઠવા, મહેશભાઈ ગોહેલ, જગદીશભાઈ કારેલીયા, મનોજભાઈ વાઘેલા, લવજીભાઈ વાળા, હરેશભાઈ પીઠવા, નાગજીભાઈ સોલંકી, દિનેશભાઈ કારેલીયા, વિગેરે ટ્રસ્‍ટીશ્રીઓ તેમજ ધોરાજી જૂનાગઢ ગોંડલ જેતપુર વિસ્‍તારના સમાજના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે

આ સાથે અષાઢી બીજ મહોત્‍સવને સફળ બનાવવા માટે મજેવડી ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી તેમજ શહેરના તાલુકાના આગેવાનો અને જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા સહયોગ મળી રહ્યો છે.

(12:05 pm IST)