Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ખંભાળિયામાં પાલિકા દ્વારા ચા-પાનના ડસ્‍ટબીન ન રાખતા દુકાનદારો સામે કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૩૦ : પાલિકા  વિસ્‍તારમાં ચા - પાન તથા અન્‍ય દુકાનદારો ડસ્‍ટબીન ન રાખતા જ્‍યાં ત્‍યાં ચાના કપ , પાન-ફાકીની કોથળીઓ તથા કાગળના ડૂચા રખડતાં ગંદકી થતી હોવાથી પાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જોધપુર ગેઇટ, નવાપરા સહિતના  વિસ્‍તારોમાં સેનિટેશન ઇન્‍સપેક્‍ટર કિશોરસિંહ સોઢાની આગેવાનીમાં ટુકડીઓ દ્વારા ચેકીંગ કરીને ડસ્‍ટબીન ન હોય તેની સામે દંડાત્‍મક કાર્યવાહી કરીને રૂ. ૧૦૦નો દંડ વસૂલવામાં  આવ્‍યો હતો.ઉપરાંત હવે પછી પકડાય તો ૫૦૦ રૂ. દંડ તથા શિક્ષાત્‍મક કાર્યવાહી કરવા અંગેની ચેતવણી અપાતા દુકાનદારો ડસ્‍ટબીન રાખતા થયા છે. ઉપરાંત  પાલિકા દ્વારા તમામ સ્‍થળે કચરો ઉપાડવાની કામગીરી તથા  ડોર ટુ ડોર કામગીરી હાથ ધરાઇ છે.

(1:59 pm IST)