Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ઉપલેટાના ચીખલીયામાં સીડી પરથી પડી જતાં પીઠાભાઇ બગડાનું મોત

વૃધ્‍ધને અગાસીએ જતી વખતે ચક્કર આવ્‍યાઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: ઉપલેટાના ચીખલીયા ગામે રહેતાં પીઠાભાઇ કરસનભાઇ બગડા (ઉ.વ.૭૯) નામના વૃધ્‍ધનું સીડી પરથી પડી જતાં મોત નિપજ્‍યું હતું.

પીઠાભાઇ ગત ૧૭મીએ પોતાના ઘરે સાંજે અગાસીએ જવા માટે સીડી ચડી રહ્યા હતાં ત્‍યારે એકાએક ચક્કર આવી જતાં પડી જતાં ઇજાઓ થતાં રાજકોટ બે અલગ અલગ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવ્‍યા બાદ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.

(11:24 am IST)