Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

યોગી સરકાર દ્વારા ગિરરાજજીની પરિક્રમા રૂટને વિકાસ કરાશેઃ રૂટને પીળી માટીથી સજાવાશે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૩૦: પુષ્‍ઁિટ માર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયમાં વ્રજ પરિક્રમા અને શ્રી ગિરિરાજજીની પરિક્રમાનો મહિમા અનેરો રહેલ છે. આ રૂટ સરળ બનાવવા વૈષ્‍ણવોની માંગ આખરે ઉત્તરપ્રદેશ યોગી સરકાર દ્વારા સ્‍વીકારવામાં આવતા આનંદની લાગણી છવાઇ ગયેલ છે.

શ્રી ગિરિરાજજીની મુખ્‍ય પરિક્રમા માર્ગના કુલ ૨૫ (પચ્‍ચીસ) કિ.મી. વિસ્‍તારમાં ત્રિસ્‍તરીય વિકાસ કરવામાં આવશે. ᅠજે અંતર્ગત (૧) પરિક્રમા માર્ગનો એક ટ્રેક (રસ્‍તો) પીળી માટીથી વિકસિત કરવામાં આવશે કે જેનાથી ખુલ્લા પગે પરિક્રમા કરનારને તકલીફ ન પડે, (ર) તેને અડીને બીજો ટ્રેક (રસ્‍તો ટાઇલ્‍સ અને પેવર બ્‍લોકથી વિકસિત કરવામાં આવશે, કે જેનાથી ખુલ્લા પગે પરિક્રમા ન કરવી હોય તે મૂળ ભાવનાને ઠેંસ પહોંચે નહિ તે રીતે આ ટ્રેડક (રસ્‍તા) પર પરિક્રમા કરી શકશે અને (૩) બીજા ટ્રેકને અડીને ટ્રામ રેલ્‍વે અને ઇલેકટ્રીક બેટરી સંચાલિત મીની બસ ચાલે તેવો ટ્રેક (રસ્‍તો) બનાવવામાં આવશે કે જેથી જેઓ પગપાળા પરિક્રમા કરી શકે તેમ ન હોય તે સૌ આ ટ્રક (રસ્‍તા) ઉપર ટ્રાકરેલ્‍વે અને ઇલેકટ્રીક બેટરી સંચાલિત મીની બસમાં બેસીને પરિક્રમા કરી શકશે.

સમગ્ર પરિક્રમા માર્ગને ‘નો વેહિકલ ઝોન' જાહેર કરીને વાહન -વ્‍યવહાર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે.

સમગ્ર પરિક્રમા માર્ગમાં તથા શ્રી ગિરિરાજજીની તળેટીમાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવશે કે જેથી વર્ષ દરમિયાન પરિક્રમા કરનાર ભાવિક ભકતો-વૈષ્‍ણવોને શીતળત્તા પ્રદાન થાય. સાથે-સાથે સમગ્ર પરિક્રમા માર્ગમાં ઠેર-ઠેર ફુવારા બનાવવામાં આવશે. જેથી ગરમીમાં પરિક્રમા કરનારને શીતળતાનો અનુભવ થાય.

પરિક્રમા માર્ગમાં વિશ્રામ (આરામ) કરવા માટે તથા ભજન - કીર્તન કરવા માટે થોડા-થોડા અંતરે ડોમ બનાવવામાં આવશે.

ધાર્મિક આસ્‍થા (શ્રધ્‍ધા)ને ઠેંસ ન પહોંચે તે રીતે પરિક્રમા માર્ગથી થોડેક દુર થોડા-થોડા અંતરે પુરૂષો અનેસ્ત્રીઓ માટે ટોઇઇેટ (શૌચાલય)ની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે. પરિક્રમા માર્ગમાં છ પાર્કિગ ()નું પણ નિર્માણ કરવામાં આવશે.

વ્રજભુમિમાં ભગવાન શ્રી કૃષ્‍ણની ૩૦૦ ફુટની ઉંચી પ્રતિમાનું પણ નિર્માણ કરવામાં આવશે. વૈષ્‍ણવોની લાંબા સમયની માંગને ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા સ્‍વીકારવામાં આવેલ હોવાનું જણાવાયેલ છે.િ

(9:53 am IST)