Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

જામનગરમાં એસ.ઓ.જી.માં છું તેમ કહી ટ્રાવેલ્‍સ એજન્‍ટને સ્‍કીમ આપતા ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ : અહીં સીટી-એ પોલીસ સ્‍ટેશનમાં ઓરંગઝેબ બસીરભાઈ એરંડીયા, ઉ.વ.ર૩, રે. રણજીત રોડ, રતનબાઈ મસ્‍જિદની સામેની શેરી, એરંડીયા મંજીલ વાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧૦-પ-ર૦ર૩ના ફરીયાદી ઓરંગઝેબના ફોન પર આરોપી ૭૯૮૪૭૩પ૮પ૮ ના મોબાઈલ ફોન પરથી ફરીયાદી ઓરંગઝેબને ફોન કરીને પોતે મહેશ જાડેજા એસ.ઓ.જી. પોલીસ જામનગરવાળા હોવાની ખોટી ઓળખ આપીને ફરીયાદી ઓરંગઝેબને રાજકોટથી દિલ્‍હી ફલાઈટની ૧૧ ટીકીટ બુકીંગ કરી આપવાનું કહેલ જેથી ફરીયાદી ઓરંગઝેબએ આરોપી ને ટીકીટના પૈસા કુલ રૂ.૧,૩પ,૦૦૦ થાય નુ કહેતા આરોપીએ ફરીયાદી ઓરંગઝેબને કહેલ કે મે વોટસએપ કરેલ બારકોડ સ્‍ક્રેનર સ્‍કેન કરી એકાઉન્‍ટમાં ૧,૩પ,૦૦૦ ટ્રાન્‍સફર કરી દો બાદમાં હું તમારા એકાઉન્‍ટમાં ૧,પ૦,૦૦૦ ટ્રાન્‍ફર કરી આપી તેમ કહેતા ફરીયાદી ઓરંગઝેબએ આ બાબતે ના પાડતા આરોપીએ વોટસએપ મેસેજ તથા ટેલીફોનીક વાતચીત દ્વારા જેમફાવે તેમ ફરીયાદી ઓરંગઝેબને ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઈ કરવાની કોશીષ કરી ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો : એક ફરાર

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એલ.સી.બી.ના કોન્‍સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર સમય મેડીકલ સ્‍ટોર પાસે આરોપી ભરતભાઈ દ્વારકાદાસ દાવડા એ ભારતદેશમાં આઈ.પી.એલ.-ર૦ર૩ની ગુજરાત ટાઈટન્‍સ તથા ચેન્‍નાઈ સુપરકિંગસ ટીમ વચ્‍ચે રમાતી ર૦-ર૦ ની મેચ મોબાઈલ ફોનમાં લાઈવ પ્રસારણ નીહાળી ગુગલકોમ યુનાઈટેડ ૭૭૭ નામની એપ્‍લીકેશનમાં ઓનલાઈનમાં તથા મોબાઈલ ફોન ઉપર આરોપી સાથે સેસન તથા મેચની હારજીત અંગે મોબાઈલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૬,૦૦૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ભરત ઉર્ફે ભજી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રહેણાક મકાનમાંથી બે લેપટોપની ચોરી

અહીં સીટી-સી પોલીસ સ્‍ટેશનમાં ઈસ્‍તેયાકઅહમદ મીન્‍હાજ ખાન, ઉ.વ.૩૦, રે. વૃંદાવન રેસીડેન્‍સી-પ૦૧, જકાતનાકા રોડ, જમસમ કાફે ની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮-પ-ર૦ર૩ના ફરીયાદી ઈસ્‍તેયાકઅહમદ નો વીવો કંપનીનો બ્‍લુ કલરનો વીવો વી રપ મોડલનો જેના આઈ.એમ.ઈ.આઈ.નંબર ૮૬૭ર૬૧૦૬૧૭૦૦૯૭૭ તથા ૮૬૭ર૬૧૦૬૧૭૦૦૯૬૯ વાળો જેની આ.કિંમત રૂ.૧પ,૦૦૦ તેમજ એચ.પી. કંપનીના બે લેપટોપ જેમા એક લેપટોપની કિંમત રૂ.રપ,૦૦૦ તથા બીજુ લેપટોપ એચ.પી.કંપનીનું જેની કિંમત રૂ.રપ,૦૦૦/- મળી કુલ રૂ.૬પ,૦૦૦ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ઘરમાં પ્રવેશ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી-સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રણછોડભાઈ છનાભાઈ શેખ એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રજાપતિની વાડી, વામ્‍બે આવાસ ગેઈટ પાસે આરોપી નાગદાન રામાભાઈ ગઢવી એ પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:45 pm IST)