Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

સરકારની સ્‍ટાર્ટઅપ યોજનાને સૌરાષ્‍ટ્રમાં જાણીતી કરનાર કંપની સેક્રેટરી દર્શિત આહયા યુવાન-યુવતીઓ માટે પથદર્શક સાબીત થયા

રાજકોટમાં બેસીને સરકારની વિવિધ યોજનાનું માર્ગદર્શન આપતા દર્શિત આહયાની સંસ્‍થાએ ૭ વર્ષ પુરા કર્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૦ : ઉધોગો અનેવેપારના વિકાસ અર્થે સરકાર ધ્‍વારા અલગ અલગ સમયે નીતીઓ અને કાયદામાં પરીવર્તન આવતા રહે છે, રાજકોટમાં બેસતા અને કંપની સેક્રેટરીનો અભ્‍યાસ કરેલ દર્શિત આહયાની સંસ્‍થા દ્વારા સ્‍ટાર્ટઅપને કઈ રીતે સરકારી ગ્રાન્‍ટ અને અન્‍ય માળખાગત સુવિધાઓ મળશે અને સરકારની વિવિધ યોજનાઓ સ્‍ટાર્ટઅપ અને ઉધોગ સાહસિકો માટે મદદરુપ બનશે તે માટેનું માર્ગર્શન આપીને સારાષ્‍ટ્રના ઉધોગ સાહસિકોને છેલ્લા ૭ વર્ષથી સતત સલાહ સુચન આપીને તેઓની સંસ્‍થાએ ૮માં વર્ષમાં પ્રવેશ કરીને એક પથદર્શક સાબીત થયા છે.

દર્શિત આહયાએ વિવિધ સંસ્‍થાઓમાં સ્‍ટાર્ટઅપમાં માર્ગર્શક તરીકે પણ પોતાની સેવાઓ આપે છે અને સારાષ્‍ટ્ર-કચ્‍છમાં ધણાં સ્‍ટાર્ટઅપની સફળતા પાછળ તેમનું મહત્‍વનું યોગદાન રહેલુ છે તેઓ કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર, વિવિધ યુનીર્વસીટીઓમાં સ્‍ટાર્ટઅપ સહીતના વિષયોના નિષ્‍ણાંત તરીકે અલગ અલગ આયોજન વખતે સેવા આપે છે.

અંતે સંઘર્ષમય જીવન પસાર કરીને નાના એવા પડધરી ગામના દર્શિત આહયાની આ સફળતા પાછળ અથાગ મહેનત ગુરુ અને માં-બાપાના આર્શિવાદએ તેમનો મંત્ર રહયો છે તેમની સફળતામાં તેમના જીવનસાથી જલ્‍પાબેન આહયાનો ખુબ અગત્‍યોનો ફાળો રહેલ છે. તેઓની સંસ્‍થાએ સફળતાપુર્વક સાત વર્ષ પુરા કરતા મિત્રો, શુભેચ્‍છકો, યુવાનો, યુવતીઓ, સૌરાષ્‍ટ્રના ઉદ્યોગ સાહસીકો શુભકામના પાઠવી રહયા છે.

(1:57 pm IST)