Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

જુનાગઢમાં બાળ મજુરી નાબુદી ઝૂંબેશ હેઠળ શ્રમ અધિકારીના દરોડા

એક બાળ શ્રમિકને મુકત કરાવાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : જુનાગઢમાં બાળ મજુરી નાબુદી ઝૂંબેશ હેઠળ શ્રમ અધિકારી એમ.એમ. પરમાર અને તેમના સ્‍ટાફે વિવિધ જગ્‍યાએ દરોડા પાડયા હતા. કાર્યવાહીમાં જુનાગઢના સુરજ ફન વર્લ્‍ડની સામે આવેલ કિંગ્‍સ એન્‍ડ કવીન્‍સ ફુડ ઝોનમાં એક ૧૩ વર્ષીય બાળ શ્રમીક જોવા મળ્‍યો હતો આથી આ બાળ શ્રમિકને મુકત કરાવી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્‍યો હતો. બાળ શ્રમીકને રાખવા સબબ ફુડ ઝોનનો માલીક ભાર્ગવ અરવિંદભાઇ મારૂ સામે સી ડીવીઝન પોલીસમાં ગુન્‍હો દાખલ કરાવી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:42 pm IST)