Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

ઓછી પ્રચલિત મોગરીની શીંગો સાબિત થઇ શકે છે સુપરફુડ : કેન્‍સર અને ડાયાબીટીસ સામે લડવામાં ઉપયોગી

વડોદરા તા. ૩૦ : મોગરી બહુ સ્‍વાદ સાથે યુરોપીયન દેશો, ભારત, પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશના કેટલાક ભાગોમાં પણ ખવાય છે. જો કે મોગરી અથવા હિંદીમાં મુંગ્રે દેશભરના રસોડાઓમાં બહુ પ્રચલિત નથી અને લીલા કઠોળની શીંગો જેવી જ દેખાય છે.

તેનો ઉપયોગ સલાડ, તીખા નાસ્‍તા, સેન્‍ડવીચ સ્‍પ્રેડ અથવા ફલેવર્ડ ડીશોમાં રસાને તીખો બનાવવા માટે થાય છે.

બોટનીસ્‍ટો હવે જાણી શકયા છે કે મોગરીની શીંગો ન્‍યુટ્રાસ્‍યુટીકલ પાવર હાઉસ છે જે ઇસોથીઓસાયનેટસ, ફલેવોનલ્‍સ, ફીનોલીક એસીડ અને મ્‍યુસીલેજ જેવા ઔષધીય ગુણો ધરાવે છે જે એન્‍ટીઓકસીડન્‍ટ તરીકે કામ કરે છે, કાર્સીનોજેનીક રોગોને નિયંત્રણમાં રાખે છે અને મટાડે છે, હૃદયની તકલીફો નિવારે છે અને ડાયાબીટીક તકલીફોને કંટ્રોલમાં રાખે છે.

આ માહિતી સાથે બોટનીસ્‍ટો મોગરીને સુપરફુડ તરીકે પ્રોત્‍સાહન આપવાના પ્રયત્‍નો કરી રહ્યા છે સાથે સાથે ખેડૂતો માટે આવકનો એક વધારાનોસ્ત્રોત આપી રહ્યા છે.

એમએસ યુનિવર્સિટીની સાયન્‍સ ફેકલ્‍ટીના ભૂતપૂર્વ ડીન અને બોટની વિભાગના ભૂતપૂર્વ વડા પ્રોફેસર એમ ડેનીયલે કહ્યું ‘અમારી લેબોરેટરીમાં થયેલ એક અભ્‍યાસમાં જાણવા મળ્‍યું કે મોગરીની શીંગો ઘણાં બધા ઔષધીય ગુણો ધરાવે છે. કમનસીબે, મોગરી પર બહુ લખાણ નથી જોવા મળતું. તેમાં કુદરતી રીતે જોવા મળતા સંયોજનો ઘણી ફાર્માલોજીકલ પ્રક્રિયાઓ કરી શકે છે.'

ઓછી પ્રખ્‍યાત મોગરી વિષે જાણવા જેવું

*  અભ્‍યાસમાં જણાયું છે કે મોગરી એક સુપરફૂડ છે.

*  યુરોપીયન દેશોમાં તે બહુ લહેજતથી ખવાય છે.

*  ભારતમાં તે મોગરી અથવા મુંગરે તરીકે ઓળખાય છે અને

   બહુ ઓછા વિસ્‍તારમાં ખવાય છે.

*  તે ધંધાકીય રીતે ઉપલબ્‍ધ નથી

*  આ શીંગો તાજી ખાવી જોઇએ.

*  તેમાં કુદરતી રીતે એન્‍ટી ઓકસીડન્‍ટ અને એન્‍ટી કેન્‍સર

        રસાયણો મળે છે.

 

(1:54 pm IST)