Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાત સહિત પヘમિ ભારતમાં સારા વરસાદનું એંધાણ આપતું બંગલાદેશનું ‘મોચા' વાવાઝોડું

તાજેતરમાં તા.૧૪/૧૫- ૫-૨૦૨૩ની આસપાસ બાંગ્‍લાદેશ વિગેરે પ્રદેશોમાં ત્રાટકેલા મોચા વાવાઝોડાની અસર સૌરાષ્‍ટ્ર-ગુજરાત સહિત પમિ ભારતના મોટાભાગના વિસ્‍તારોમાં ચાલુ વર્ષમાં સારો વરસાદ પડવાના એંધાણ બતાવે છે. અગાઉ જયારે પણ પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ, ચીન કે પમિ બંગાળની ખાડીમાં કોઇપણ એક પ્રદેશમાં ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલ કે મે દરમ્‍યાન વાવાઝોડું, વરસાદનું તોફાન કે પુર આવે છે ત્‍યારે તેની અસર ખાસ કરીને પમિ ભારતના વિસ્‍તારોમાં સૌરાષ્‍ટ્ર-ગુજરાત સહિત મહારાષ્‍ટ્રના વિસ્‍તારોમાં મોટાભાગે સારો વરસાદ પડવાના એંધાણ બતાવે છે.

અગાઉ પણ ૨૦૦૪થી ૨૦૨૦ સુધી દરમ્‍યાન જયારે પણ આવુ થયેલ છે. ત્‍યારે સારો અને સમયસર અને વહેલો વરસાદ થયાના શ્રેષ્‍ઠ ઉદાહરણો ભુતકાળમાં જોવા મળેલ છે.

ડો.દિપક શુકલ કે જેઓ ૩૫ વર્ષથી વરસાદ ઉપર પોતાની આગવી અલગ અલગ પધ્‍ધતિથી સંશોધન કરેલ છે. અને તેના પરિણામે પણ સારો વરસાદ થયાનું નોંધાયેલ છે.

અગાઉ તા.૫/૪/૨૦૦૪, તા.૨૫/૦૪/૨૦૦૭, તા.૧૪/૦૪/૨૦૧૫,  તા.૨૧/૦૭/૨૦૧૨, તા.૨૪/૩/૨૦૧૩ વિગેરે વર્ષોમાં ઉપરોકત ઘટનાઓ બની હતી. ત્‍યારે ત્‍યારે મોટા ભાગના વિસ્‍તારોમાં સારો વરસાદ પડેલ હતો.

આમ તાજેતરમાં તા.૧૪/ ૧૫ મે-૨૦૨૩માં જે મોચા નામનું વાવાઝોડું ત્રાટકેલ તેની અસર ગુજરાત સહીત મોટાભાગના વિસ્‍તારોમાં સારા વરસાદ પડવાના એંધાણ બતાવે છે.

વિશેષમાં ફેબ્રુઆરીમાં-૨૦૨૩માં ચીનમાં જે વાવાઝોડું આવેલ તેની અસર પમિ ભારત સહિતના સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં કમોસમી વરસાદ-કરા-વિગેરે પડેલ હતા.

વરસાદ પડવાની પ્રત્‍યક્ષ પધ્‍ધતિથી નિરીક્ષણ કરીએ તો ગરમાળામાં સમયસર સારા ફુલ આવવા તેમજ બોઘણવેલના ફુલનો પ્રમાણમાં થયેલ વિકાસ તેમજ ચૈત્ર મહીનામાં આકાશ ચોખ્‍ખું જોવા મળવું, પશુ-પક્ષીઓના અવાજ સવારમાં સંભળાવવા, તેમજ ધુળની ડમરીઓ, નાના-નાના ચક્રવાત, વંટોળીયા થતા હોય તો પણ સારો વરસાદ પડવાના એંધાણ બતાવે છે.

આમ તો વરસાદ આવવાની સાંકેતિક નિશાનીઓ તથા ગ્રહબળ થકી જયોતિષ શાષામાં વરસાદ અંગેનું ખુબજ વર્ણન જોવા મળેલ છે. જેમાં મુખ્‍યત્‍વે વેલા-વનરાજી, ઝાડપાન, વડની વડવાઇઓ બહોળા પ્રમાણમાં ખુલી ઉઠવી, પોર વનસ્‍પતિના કલરમાં ફેરફાર થવો, પીપળાના બીલીના પાંદડાઓમાં એકદમ ઘાટું કલોરોફીલ નામનું તત્‍વ જોવા મળવું.

અન્‍ય ચીન્‍હો જોયે તો જમીન ઉપર ધુળમાં ચકલી-ચકલાનું સ્‍થાન કરવું, જમીનમાંથી જીવજંતુઓ ઉભરાવવા, માંખીનો ઉપદ્રવ વધવો, તેમજ ચંદ્રમાની આસપાસ ગોળ વર્તુળ બનવુ જેને ગ્રામ્‍ય પ્રજા ચંદ્રમાના જળ તરીકે ઓળખાવે છે. આમ પ્રકૃતિના વિવિધ તત્‍વો-ગુણધર્મો સાથે કોઇપણ તાદાત્‍મય સાધી સતત ઓબર્ઝવેશન થકી વરસાદ અંગેની જાણકારી મેળવી શકાય છે. બાકી ઇશ્વર મહાન છે. તેમની કૃપા દ્રષ્‍ટીથી જ જગતનું, પ્રાણી માત્રનું સંચાલન પોષણ થાય છે. આપણે માત્ર અનુમાન અને અભ્‍યાસ કરીએ છીએ

ડો.દિપક દયાશંકર શુકલ (પીએચ.ડી.જયોતિષ-ફળાદેશ)

મો.૯૭૨૩૨ ૬૯૯૯૪

(12:09 pm IST)