Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ડૉ અતુલ ચગ આત્મહત્યા કેસ:સાંસદ રાજેશ ચુડાસમાના પિતાની આગોતરા જામીન અરજી :1 જુને સુનાવણી થશે

સમગ્ર કેસમાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ :સાંસદના પિતાએ આગોતરા જામીન માટે વેરાવળ કોર્ટમાં અરજી કરી

ગીરસોમનાથના નામાંકિત તબીબ ડૉ અતુલ ચગના આત્મહત્યા કેસમાં તબીબના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ડૉ અતુલ ચગના પુત્રએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના પિતાના પૈસા સાંસદના પિતાએ પરત ન કરતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ સમગ્ર કેસમાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સાંસદના પિતાએ આગોતરા જામીન માટે વેરાવળ કોર્ટમાં અરજી કરી છે. આ અંગે 1 જૂને સુનાવણી હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેરાવળના નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કર્યો હતો કરી લીધો હતો. પોલીસને ડૉ.ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. આ ચીઠ્ઠીમાં ડૉ.ચગે લખ્યુ હતુ કે, હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

(12:36 am IST)