Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જૂનાગઢના સેવાભાવી ડો.મોહસિન લુલાણીયાની 6 વર્ષની માસુમ પુત્રીએ રોઝુ રાખ્યુ

માસુમ દિકરી ચિ.આયશાએ પવિત્ર રમઝાન માસનુ રોઝુ રાખતા અને કાળઝાળ ગરમીના વાતાવરણમાં પૂર્ણ કર્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : પવિત્ર રમઝાન માસ અંતિમ તબક્કામાં છે ત્યારે મુસ્લિમ બિરાદરો રોઝા,ઇબાદત,તરાહબી,જકાત,ફિત્રો સહિત તમામ ધાર્મિક ફરજો અદા કરી રહ્યા છે,જેની સાથોસાથ કેટલીક ફરજો અદા કરવામાં માસુમ બાળકો પણ લેશમાત્ર પાછળ નથી.બાળરોજદારોના સમાચારો રોજીંદા અખબારોના પાને ચમકતા રહે છે...
આવી જ આગવી ફરજ અદા કરી છે,જુનાગઢની મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ "હેલ્થ પ્લસ"નાં જાણીતા સેવાભાવી ડો.મોહસીન લુલાણીયાની માત્ર 6 વર્ષની માસુમ પુત્રી ચિ.આયશાએ..તેમણે પવિત્ર રમઝાન માસનુ કાળઝાળ ગરમી-અગ્નિવર્ષામાં આખુ રોઝુ પૂર્ણ કરી માસુમિયતથી ખુશી અનુભવી છે.
લાડકવાયી માસુમ દિકરી ચિ.આયશાએ પવિત્ર રમઝાન માસનુ રોઝુ રાખતા અને કાળઝાળ ગરમીના વાતાવરણમાં પૂર્ણ કરતાં ડો.લુલાણીયાએ "આયશા" પર ગૌરવ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી છે

(9:42 pm IST)