Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ભાવનગરમાં 44.3 ડિગ્રી: ઉનાળાની સૌથી વધુ ગરમી નોંધાઈ: ભારે પવન સાથે ગરમ લુ ફેકાઈ

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર : ભાવનગરમાં ૨૪ કલાકમાં ગરમીમાં ૫ ડિગ્રીનો વધારો થયો છે. અંગ દઝાડતી ગરમી તે લોકો  પરસેવે નાહ્યા હતા.

ભાવનગરમાં આજે શનિવારે ઉનાળાની સીઝન ની સૌથી વધુ ગરમી નોંધાઇ છે.મહતમ તાપમાન વધીને આજે 44.3 .0 ડિગ્રીએ પહોંચતા આકરી ગરમીથી નગરજનો પરેશાન થયા હતા. આજે શહેરનું લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 44 ટકા અને પવનની ઝડપ 34 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે શહેરમાં ગરમ લુ ફેંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પંખાની હવા પણ ગરમ લાગતી હોય લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ગરમીને કારણે રસ્તાઓ બપોરના સમયે સુમસામ ભાસતા હતા. ગરમીથી જનજીવન પર વ્યાપક અસર થઇ રહી છે.

 

(8:14 pm IST)