Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જામનગર ટાઉનહોલ ખાતે કુલ ૩૦ જેટલા પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના સ્ટોલનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

તમામ સ્ટોલની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદકો સાથે રૂબરૂ સંવાદ કરતા રાજયપાલ

જામનગર ટાઉનહોલ ખાતે  કુલ ૩૦ જેટલા પ્રાકૃતિક કૃષિના સ્ટોલનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરાયુ હતું.સાથે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ જોડાયા હતા. આ પ્રદર્શન સહ વેચાણમાં જામનગર અને  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો.
પ્રદર્શન સહ વેચાણની વ્યવસ્થા અંગે જામનગરના ચાંગાણી  રીનાબેને જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક કૃષિ આધારીત ઉત્પાદનો દરેક વ્યક્તિના સ્વાસ્થય માટે ખુબ જ ઉપયોગી સાબીત થાય છે.
લાલપુર તાલુકાના અસ્મિતાબેન અને તેના સખી મંડળની બહેનો જણાવે છે કે પ્રાકૃતિક કૃષિ થકી અમારી જેવી બહેનોને વિકાસની એક નવી દિશા મળી છે અને આ ખેતીના ઉત્પાદનના ભાવ બજારમાં વધારે મળે છે. જેથી અમને પગભર થવામાં પ્રાકૃતિક કૃષિ જીવાદોરી સમાન સાબીત થઈ છે.
આ પ્રદર્શનમાં પરેશ પન્નારાએ વિવિધ ૧૪  પ્રકારની શાકભાજી પ્રાકૃતિક કૃષિ થકી ઉગાડી છે. જેની રાજ્યપાલને માહિતી આપી હતી.
જામનગરના રહેવાસી  અમિતા બહેને  ગાયના છાણમાંથી બનાવેલી ઘડિયાળ તથા અન્ય કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું.

(7:19 pm IST)