Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પોરબંદર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની પસંદગી પહેલા આંતરિક સર્વે કરાશે

સર્વે ઉપરાંત સ્‍થાનિક કક્ષાએ પક્ષના મોભી કહે તેને ટીકીટ અપાય તેવી ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ : આગામી વિધાનસભાની ચુંટણી માટે પોરબંદર મત વિસ્‍તારમાંથી ભાજપના રીપીટ ઉમેદવારને બદલે નવા ચહેરાની પસંદગી કરવા આંતરીક સર્વે કરાય તેવું જાણવા મળી રહયું છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી ર૦રર સમય સર થાય તો સાત આઠ મહિનાનો સમય બાકી છે. ત્‍યારે સતાધારી પક્ષ ભાજપ ગુજરાતમાં ર૭ વર્ષથી સતામાં છે. પરંતુ આ વખતની ચુંટણી મોટામા મોટી પાર્ટી ભાજપનું ભારતમાં ગુજરાત મોડેલ ચાલે છે. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તૈયારીઓ ચાલુ કરી દીધું છે. અને ભાજપની રીપીટ થીયરીઉપર ચાલે છે  પરંતુ  નવા ધારાસભ્‍યશ્રીઓ માટે ઘણા બધા નિયમ બનાવ્‍યા છે. પોરબંદરની વાત કરીએ તો વર્ષોથી પુર્વ કેબિનેટમંત્રી ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા છે અને સામા પક્ષમાં કોંગ્રેસ પક્ષમાંથી અર્જુનભાઇ મોઢવાડીયા છે. પરંતુ આ વખતે ભાજપના ઉમેદવાર માટે અંદરો અંદર લડાઇ છે. જેમાં કહેવાય છે કે બાબુભાઇ કહેશે તેને ટીકીટ આપવા આવશે. તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ વિક્રમભાઇ કારાવદરાનું નામ પણ આગળ છે. પરંતુ મહાજન સમાજમાંથી સંસદસ્‍ભ્‍ય રમેશભાઇ ધડુક તેમજ પુર્વ નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખશ્રી પંકજભાઇ મજીઠીયાને ટીકીટ આપવવા માટે દિલ્‍હી દરબારમાં ચર્ચાર્યુ છે.

પોરબંદરમાં મતદાનની ગણતરી કરીએ તો ખારવા સમાજ બીજા નંબરે આવે છે અને તેના માટે વર્ષોથી સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા અને શહેર ભાજપના પુર્વ  ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ ખોરાવાએ સૌથી પહેલાં જ જાહેરાતો કરી દીધી છે અને ભાજપમાંથી ટીકીટ ઉપર બુકીગ લાવ્‍યા છે તેવી ચર્ચા છે. એ રીતે તેઓ સાગર પુત્ર સમન્‍વય સંસ્‍થા, લીયો પાયોનીયર કલબ દ્વારા કામે લાગી ગયા છે.

હવે જોવાનું એ છે કે ભાજપમાંથી ટીકીટ કોને અપાશે....? વિરમભાઇ કારાવદરા, પંકજભાઇ ભીખુભાઇ મજીઠીયા, પ્રવિણભાઇ ખોરાવાના પરંતુ આ વખતે ભાજપ પોતાનો આંતરીક સર્વે કરાવશે અને તેમાથી મહેર, લોહાણા કે ખારવા સમાજમાંથી કોને ટીકીટ મળશે કે પછી બ્રાહ્મણ સમાજમાંથી જય રામભાઇ મોકરીયા અને ત્રણ સમાજ ટીકીટ માટે જીદ સામે નામની વિચારણા છે. બ્રાહ્મણ સમાજની તૈયારી છે અશોકભાઇ મોઢાનું નામ ચર્ચામાં છે. હવે જોવાનું છે કે કોણ ટીકીટ લઇ આવે છે .... ?  

(2:11 pm IST)