Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબી તાલુકા પોલીસે ર.૮૬ લાખનો દારૂ અને બિયરનો જથ્‍થો ભરેલ ટ્રેઇલર ઝડપી લીધુ

ટ્રેઇલરના ટુલ બોક્ષમાં ચોરાખાનુ બનાવી દારૂ છુપાવ્‍યો'તોઃ ૧ર.૮૬ લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ

તસ્‍વીરમાં દારૂનો જથ્‍થો અને પકડાયેલ શખ્‍સ તથા ટ્રેઇલર નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ, મોરબી) (૯.૮)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩૦ : મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના ભરતનગર ગામની સામે રામદેવ વે-બ્રિજ પાસે. માળીયા-મોરબી હાઇવે રોડ ઉપરથી ટ્રેઇલરના ટલબોક્ષ તથા ચોરખાનામાંથી ૨,૮૬,૨૬૦ નો ઇગ્‍લીશ દારૂ અને બિયરના જથ્‍થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર વિરલ પટેલને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે, રામદેવ વેબ્રિજ પાસે ટાટા કંપનીનું ટેઇલર ન. ય્‍થ્‍-૧૯-૧૦-૫૮૬૪માં ઇગ્‍લીશ દારૂનો જથ્‍થો રાજસ્‍થાનથી ભરી મોરબી આપવા માટે આવી એક ઇસમ ટેઇલર પાર્ક કરી ઉભેલ છે તેવી ચોકકસ બાતમી મળતા તુરત જ સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો સાથે એ જગ્‍યાએ રેઇડ કરતા હકીકતવાળા ટેઇલરને પકડી પાડી ચેક કરતા ટેઇલરના પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્‍ડની નાની-મોટી ઇગ્‍લીશ દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૪૪૪ તથા બીયરના ટીન નંગ-૨૮૮ કિં.રૂ.૨,૮૬,૨૬૦ તથા આ દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ ટ્રેલર ન. RJ-19-G0 ૫૮૪ રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૧૨,૮૬,૨૬૦નો મુદ્દામાલ સાથે આરોપી રામચંદ્ર દલારામ વૈષ્‍ણવને ઝડપી લીધો હતો.

(2:07 pm IST)