Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દ્વારકામાં યુવક - યુવતિના મૃતદેહ મળ્‍યા : હત્‍યા કે આત્‍મહત્‍યા ?

કોહવાયેલ લાશ ગોમતીઘાટ પાસેથી મળતા પોલીસ તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ : દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ નજીકથી યુવક અને યુવતિનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને બંનેના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલે ખસેડેલ છે.

આ યુવક-યુવતીએ આપઘાત કર્યો છે કે, તેની હત્‍યા થઇ છે ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

દ્વારકાના ગોમતીઘાટ નજીક બંનેના મૃતદેહ બાવળની ઝાડીમાં અડધા કોહવાયેલ હાલતમાં મળી આવ્‍યા હતા.

બનાવની જાણ થતાં દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:57 pm IST)