Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દોલતપરા શાકમાર્કેટના પાર્કીગમા મો.સા. ચોરીનો ગુન્હો ડીટેકટ

જુનાગઢઃ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમસેટ્ટી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને તાત્કાલીક શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એમ.એમ.વાઢેર સા. નાઓની સુચના મુજબ જુનાગઢ એ ડીવી. પો.સ્ટે.ના વિસ્તારમાં મીલકત સંબંધી ગુન્હાઓ કરતા ગુંન્હેગારોને શોધી પકડી પાડવા અંગેની કામગીરીમા હતા તે દરમીયાન ગુન્હા નિવારણ સ્કોડના માણસોને મળેલ હકીકતના આધારે જુનાગઢ એ.ડીવી.પોસ્ટે ગુ.ર.નં-૧૧૨૦૩૦૨ર૩૨૨૦૪૩૬ આઇ.પી. સી.કલમ ૩૭૯ મુજબના કામે દોલતપરા શાકમાર્કેટના પાર્કીગમા રાખેલ એક હીરો હોન્ડા પ્લસ મો.સા.જેના રજી.નં. જીજે-આરઆર-૧ર૧૧ વાળુ ચોરાય ગયેલ હોઇ જે ચોર ઇસમને ચોરી કરેલ મો.સા.સાથે જૂનાગઢ ઓપન જેલ રોડ પાસેથી પકડી ચોરી કરેલ મો.સા. કબ્જે લઇ મજકુર ઇસમ તાહીરશા ઇબ્રાહીમશા રફાઇ ફકીર ઉ.વ.ર૮ ધંધો. ફટનોની લારી રહે. સુખનાથ ચોક તારબંગલા જુના તાલુકા પોલીસ સ્ટેશન પાછળ હાલ રાજકોટ સદરબજાર જુમ્મા મસ્જીદ પાસે શેરી નં.૩ સામે કાર્યવાહી કરી છે. ઉપરોકત ગુન્હો શોધી કાઢવાની સારી કામગીરી પો.ઇન્સ. એમ.એમ.વાઢેર સુચના મુજબ એ.એસ.આઇ. એમ.ડી.માડમ તથા એ.એસ.આઇ આર.એમ.સોલંકી તથા એ.એસ.આઇ પંકજભાઇ લાલજીભાઇ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો.કોન્સ પ્રવીણભાઇ રાણીંગભાઇ તથા પો.કકોન્સ દીનેશભાઇ રામભાઇ તથા પો.કાઙ્ખન્સ સંજયભાઇ સવદાસભાઇ નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

(4:11 pm IST)