Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જૂનાગઢમાં એક જ દિવસમાં વાહન ચોરીની છ ફરિયાદ

વાહન ઉઠાંતરી અંગે પોલીસ તપાસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : જૂનાગઢમાં એક જ દિવસમાં વાહન ચોરીની છ ફરિયાદ પોલીસ દફતરે નોધાઇ હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢમાં જોષીપરા વિસ્તારમાં રહેતા હિતેશભાઇ રાયનાણીનું રૂ. ૬૫ હજારનું બાઇક તા. ૭/૪નાં રોજ તેના મકાન પાસેથી ચોરાઇ ગયું હતું.

આ જ પ્રમાણે જોશીપરાની ગોપાલવાડીના સંજય સાવલીયાનું રૂ. ૨૫ હજારનું મોટર સાયકલ પણ તેના જ મકાન પાસેથી ચોરાઇ જવા પામ્યુ હતું.

આવી જ રીતે જોષીપુરાની સર્વોદય સોસાયટના જયકુમારસિંહ જાડેજાનું રૂ. ૨૦ હજારની કિંમતનું બાઇક પણ તેના ઘર પાસેથી કોઇ ઉઠાવી ગયું હતું.

જેતપુરના કુલદિપ લાલુનુ રૂ. ૨૫ હજારની કિંમતનુ સુજુકી એકસેસ જોશીપરાનાં ગોપાલવાડી વિસ્તાર ખાતેથી ચોરાયુ હોવાની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે.

 આ ઉપરાંત જૂનાગઢના મધુરમ વિસ્તારની પ્રિયંકાપાર્ક સોસાયટીમાં રહેતા હરદાસભાઇ હોવાનુ રૂ. ૮૦ હજારની કિંમતનું બુલેટ મોટર સાયકલ પણ તેના ઘર પાસેથી જ ચોરાય જવા પામ્યુ હતુ.

તેમજ જૂનાગઢની ગીરીરાજ સોસાયટીમાં રહેતા મિતલબેન પોપટનું રૂ. ૨૫ હજારની કિંમતનું મોટર સાયકલ પણ તેના જ ઘર પાસેથી ચોરાય ગયુ હતું.

આમ, જૂનાગઢમાં એક જ દિવસમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:51 pm IST)