Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જૂનાગઢમાં મેફેડ્રોનના ગુન્હામાં સામેલ વધુ બે- સપ્લાયરોને રાજસ્થાન જઇ પોલીસ પકડી લાવી

જૂનાગઢ, તા.૩૦: તા.૧૩/૦૪/ર૦રરના રોજ જૂનાગઢ સીટી એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૨૦૩૦૨૩૨ર૦૩૮૮ ફઝ્રભ્લ્ કલમ ૮(સી), ૨ર(સી), ૨૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની આગળની તપાસ પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ એસ.ઓ.જી.જૂનાગઢના પોલીસ ઇન્સ. એ.એમ.ગોહિલનાઓને સોંપતા તેઓએ પુછપરછ કરતા તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા આ ગુનામાં વધુ બે આરોપીઓની સંડોવણી હોવાનું જણાય આવેલ હોય એક ટીમની રચના કરી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. જે.એમ.વાળા.ને એસ.ઓ.જી.સ્ટાફ સાથે રવાના કરેલ રાજસ્થાનના પ્રતાપગઢ જીલ્લાના અખેપુર ગામે જઇ સ્થાનીક પો.સ્ટે.ની મદદ લઇ ગુનામાં સામેલ વધુ બે ઇસમોને ગુનામાં વપરાયેલ ફોરવ્હિલ કાર તથા મોબાઇલ ફોન-૧ સાથે રાઉન્ડ અપ કરી બન્ને આરોપીને કાર સાથે અત્રે જૂનાગઢ લાવવામાં આવેલ અને તેઓને સદરહુ ઝુનાના કામે અટક કરવામાં આવેલ છે.

પકડી પાડેલ આરોપીઓ (૧) પ્રહલાદ સ/ઓ કેશુરામ હેંમતલાલ લબાના, ગુર્જર, ઉ.વ.-૨૭, ધંધો- મિસ્ત્રીકામ (ર લલીત સ/ઓ ભવરલાલ શિવલાલ લબાના બંજારા ઉવ.ર૪ ધંધ.વેપાર, પાસેથી એક મોબાઇલ કિ.રૂ.ર૦૦૦/ એક સ્વીફટ ડિઝાયર ફોરવ્હિલ કાર કિ.રૂ.ર,૦૦,૦૦૦/ કબ્જે કરેલ છે.

એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ પો.સબ ઇન્સ. જે.એમ.વાળા વા.પો.સ.ઇ. એમ.જે.કોડીયાતર સાહેબ તથા એ.એસ.આઇ સામતભાઇ બારીયા, પુંજાભાઇ ભારાઇ, મહેન્દ્રભાઇ કુવાડીયા, તથા હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ વાંક, મહેન્દ્રભાઇ ડેર, રવિકુમારખેર,પરેશભાઇ ચાવડા, પો.કોન્સ, ધર્મેશભાઇ વાઢેળ, ડ્રાઇવર પો.કોન્સ. વિશાલભાઇ ડાંગર તથા ટેકનીકલ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(1:49 pm IST)