Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કોરોનાકાળમાં કેર સેન્ટરોને ફાળવેલા ૨૦ ઓકિસજન સિલીન્ડર ગુમ થતા અમરેલીમાં ગાંધીનગરથી ટીમ દોડી આવી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩૦: અમરેલી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ઓકિસજન સિલિન્ડર ખુટી પડવાના કારણે અફડાતફડી સર્જાઇ હતી. અને અનેક લોકોના મોત વચ્ચે હવે કોરોનાએ વિરામ લીધા બાદ લાખોની કિંમતના ૫૨૦ ગેસ સિલિન્ડર ગાયબ થયા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. અને છેક ગાંધીનગરથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં કોરોના કાળમાં સ્થાનિક કક્ષાએ ગેર સિલિન્ડરની ભારે અછતની સ્થિતી સર્જાઇ હતી અને તમામ હોસ્પિટલ ફુલ હતી.  ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓને પણ ઓકિસજન સિલિન્ડરની જરૂર હતી અને ઓકિસજન ગેસ હોય તો પણ ખાલી સિલિન્ડર મળતા ન હોતા.  ગામડાઓમાં પણ કોવીડ કેસ સેન્ટર શરૂ કરાયયા હતા અને ગેસના બાટલા પુરા પાડવામાં આવતા હતા. આ ગેનસા સિલિન્ડરના ઉપયોગ કરી લીધા બાદ તે સપ્લાયર કરી લીધા બાદ તે સપ્લાયરને પરત કરવાના હોય છ. અને તેની કિંમત કરોડ રૂપિયા થાય છે. થોડા સમય પહેલા જ સપ્લાયર દ્વારા ૫૨૦ ગેસના ખાલી બાટલા ગાયબ થઇ ગયાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ગાંધીનગરથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે અમરેલીના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે કોરોનાકાળમાં ઇમર્જન્સીની સ્થિતી હતી અને બધા જ અધિકારીઓ તથા કર્મચારીઓ દિવસ રાત એક કરીને સતત લોકોની જાન બચાવવા માટે વ્યસ્ત હતા. ખાનગી સપ્લાયર દ્વારા ૫૨૦ બાટલા ગુમ થયા હોવાની ફરિયાદ બાદ હિસાબો મેળવવામાં આવી રહ્યા છે અને અમુક બાટલાનો હિસાબ મળી ગયો છે તેવો આરોગ્ય વિભાગનો દાવો છે અને અમુક બાટલાનો હિસાબ હજુ મળ્યો ન હોવાનો સપ્લાયરો દાવો છે. આ મુદ્દે ગાંધીનગરથી સ્ટેટના એકાઉન્ટ ઓફિસર તથા આસિસ્ટન્ટ ડાયરેકટર અને ટીમે અમરેલીની મુલાકાત લીધી હતી જેમને અધિકારીઓએ પોતાના નિવેદનો આપ્યા છે. બાટલાના હિસાબો, તપાસ વગેરે અહેવાલો પણ રજુ કરાયા હતા.

(1:43 pm IST)