Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

'છોટી કાશી' જામનગર આવતીકાલથી એક સપ્તાહ સુધી ઉચ્ચ કોટિના ધાર્મિક ઉત્સવની ઉજવણીનું પાટનગર બની રહેશે

જામનગર : કાલે રવિવારથી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ પર પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાનારા હાઈ પ્રોફાઈલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્વતૈયારીને આખરી ઓપ આપવા શુક્રવારે સાંજે આગેવાનો - કાર્યકરો સાથે યજમાન પરિવારની એક બેઠક યોજાઈ હતી.ઙ્ગ જામનગર ઉત્ત્।ર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને રાજયના પૂર્વમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવારના યજમાનપદે યોજાનારી આ ભાગવત સપ્તાહના વ્યવસ્થાપન સંબંધી અંતિમ મિટિંગમાં બે હજારની સંખ્યામાં ભાઈઓ-બહેનોનો સ્વયંસેવકગણ ઉમટ્યો હતો. જેમાં વિવિધ જ્ઞાતિ સમાજ, સેવાકીય સંગઠનો, મહિલા મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો-કાર્યકરો જોડાયા હતા. ધારાસભ્ય શ્રી હકુભાએ જાતે વ્યવસ્થાપન મિટિંગનો દોર સંભાળી પોથીયાત્રાથી લઈ કથામંડપ, પ્રસાદગૃહ, પાર્કિંગ, મહેમાન સરભરા, ભોજનશાળા, રાત્રી દરમિયાનના મનોરંજક કાર્યક્રમો, પ્રચાર-પ્રસાર સહિતના તમામ આયોજનની ઝીણવટભરી ચકાસણી કરી હતી તેમજ સૂચના આપી હતી.ઙ્ગ જ્ઞાનયજ્ઞના આઠેય દિવસના કથા સ્થળ તથા ભોજનાલયમાં સેવા આપનારા સ્વયંસેવકોની રોજીંદી ટીમ બનાવી દરરોજની કામગીરી સોંપાઈ હતી. તેમજ આ ભાગવત સપ્તાહ સ્વયંસેવકના પોતાના ઘરઆંગણે તેમના પરિવારનો જ પ્રસંગ હોય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા અને જાળવવા યજમાન શ્રી હકુભાએ હાર્દિક અનુરોધ કર્યો હતો. જેને સર્વે સ્વયંસેવકોએ સહર્ષ વધાવી લીધો હતો, અને સમગ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન સમર્પણ ભાવથી સેવા આપવા માટેની તત્પરતા દર્શાવી હતી. ( અહેવાલ : મુકુંદ બદીયાણી, તસવીર : કિંજલ કારસરીયા)

(1:41 pm IST)