Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કણકોટ સ્ટેશન પર બ્લોક ના લીધે આજની હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો ટ્રેન હાપાથી દોઢ કલાક મોડી ઉપડશે

સુરેન્દ્રનગર-રાજકોટ સેકશનમાં સ્થિત કણકોટ સ્ટેશન પર ડબલ ટ્રેક ની કામગિરી માટે ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ના રોજ બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ બ્લોક ના લીધે જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છેૅં

૧) ૩૦ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા- મુંબઈ સેન્ટ્રલ   દુરંતો એકસપ્રેસને રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન હાપાથી તેના નિર્ધારિત સમય ૧૯.૪૦ વાગે ના બદલે ૧ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૨૧.૧૦ વાગે ઉપડશે. આ ટ્રેન રાજકોટ તેના નિર્ધારિત સમય ૨૦.૪૩ વાગે ના બદલે ૧ કલાક ૧૫ મિનિટ મોડી એટલે કે ૨૧.૫૮ વાગે પહોંચે તેવી શક્યતા છે.

૨) ૩૦ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનલવેલી એકસપ્રેસ માર્ગ માં ૨૦ મિનીટ રેગ્યુલેટ (લેટ) થશે.

૩) ૩૦ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર ૨૨૯૩૯ હાપા-બિલાસપુર એકસપ્રેસ માર્ગ માં ૨૦ મિનટ રેગ્યુલેટ (લેટ) થશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોકત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે રૂરૂરૂ. www. enquiry.indianrail.gov.in

ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.(

(1:38 pm IST)