Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જૂનાગઢમાં પત્નીનાં મોત બાદ ઝેરી દવા પી લેનાર પતિનું પણ મોત

પુત્ર અને પુત્રવધુના મૃત્યુથી પરિવાર શોકમગ્ન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા. ૩૦ : જૂનાગઢમાં પત્નીના મોત બાદ ઝેરી દવા પી લેનાર પતિનું પણ મોત થતા મૃતકનો પરિવાર શોકમગ્ન થઇ ગયો છે.

જૂનાગઢમાં વણઝારી ચોક પાસે આવેલ બેસ્ટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા ભવ્યભાઇ, મનીષભાઇ વશા (ઉવ.૨૭)નાં પત્ની હર્ષિતબેન (ઉવ.૨૭)નુ બુધવારની સાંજે ભૂલથી સેલ ફોન પાવડર પી જતા તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યુ હતુ઼.

પત્નીના મોતના આઘાતથી પત્નીની સ્મશાનયાત્રાના સમયે જ પતિ ભવ્ય વશાએ ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યુ હતું.

આમ પુત્ર અને પુત્રવધુ અકાળે મોતથી વશા પરિવાર શોકાતુર થઇ ગયો છે.

પતિ-પત્નીના મોત અંગે બી ડીવીઝનના પી.એસ.આઇ કે.કે.મારૂ તપાસ ચલાવી રહ્યા છે.

(4:21 pm IST)