Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ભાગી ગયેલ પત્નિને મળવા ગયા બાદ પતિનો આપઘાત

જામનગરમાં જુગાર રમવાની ના પાડતા મારામારી સર્જાઇઃ અકસ્માતમાં ૨ના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: અહીં શંકર ટેકરી સિઘ્ધાર્થ કોલોની શેરી નં.૮, જામનગરમાં રહેતા સુનીલભાઈ મગનભાઈ રાઠોડ, ઉ.વ.પ૦ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચીરાગ સુનીલભાઈ રાઠોડ, ઉ.વ.ર૬, રે. શંકર ટેકરી સિઘ્ધાર્થ કોલોની શેરી નં.૮,ની પત્ની વિધી ગઈ તા.ર૩–૪–ર૦રરના રોજ ઘરેથી કોઈપણ કારણસર કિધા વગર ચાલી ગયેલ હતી ત્યારબાદ જાણ થયેલ કે આ વિધી વિકાસગૃહ મા રોકાયેલ છે ત્યારબાદ ચીરાગ ગઈ તા.ર૬–૪–ર૦રરના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ એકલો તેની પત્ની વિધીને મળવા ગયેલ હતો તે દરમ્યાન કોઈપણ કારણસર વિકાસગૃહ બહાર કોઈ ઝેરી દવા પી જતા તેને સારવારમાં ૧૦૮ માં જી.જી.હોસ્પિટલમાં લઈ જતા મૃત્યુ પામેલ છે.

જામજોધપુરમાં વર્લીમટકા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. દિલીપસિંહ વઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, લીમડા ચોક, જામજોધપુરમાં આરોપી વિશાલકુમાર ઉર્ફે બાલી રાજેશગીરી ગોસ્વામી, વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી  રોકડા રૂ.પ૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુવરસિંહ દરબાર, ઉ.વ.ર૭, રે. નવાગામ ઘેડ, બજરંગ મીલ વાળી ગલીમાં કેશુભાઈની હોટલ પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, બજરંગ મીલ વાળી ગલીમાં કેશુભાઈની હોટલ પાસે, જામનગરમાં ફરીયાદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુવરસિંહ દરબારએ આરોપી વિશાલ ઉર્ફે ટોપી રાઠોડ તથા પ્રતાપ ભરતભાઈ પરમાર, રે. જામનગરવાળા જુગાર રમવાની ના પાડતા બંન્ને આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુવરસિંહ દરબાર સાથે બોલાચાલી ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગેલ અને આરોપી વિશાલ ઉર્ફે ટોપી રાઠોડ એ બાજુમાં નીચે પડેલ લાકડાના ધોકો લઈ ફરીયાદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુવરસિંહ દરબાર ને ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે તેમજ પીઠમાં જમણા ખંભા નીચે ઘા મારતા મુંઢ ઈજાઓ કરેલ તેમજ સાહેદ રાહુલ ફરીયાદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુવરસિંહ દરબારને છોડાવવા વચ્ચે પડતા આરોપી વિશાલ ઉર્ફે ટોપી રાઠોડ ના એ લાકડાના ધોકા વડે માથાના ડાબા કાનથી ઉપરના ભાગે એક ઘા મારતા તેને લોહી નીકળવા લાગતા ટાકાઓ આવતા ફરીયાદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કુવરસિંહ દરબાર તથા સાહેદને આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચનો જુગાર

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, નુરી ચોકડીથી આગળ નાગમતી ભવનની સામે, જામનગરમાં આરોપીઓ ચેતનભાઈ ચંદુભાઈ મજીઠીયા, સોદાઓ પાડી જુગાર રમી રમતા મળી આવતા ૩૬૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.૭,૦૦૦/– મળી કુલ રૂપિયા ૧૦૬૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મહીન્દ્રા કારે મોટરસાયકલને ઠોકર મારતા આઘેડનું મોત

પંચ એ પોલીસ સ્ટેશનમાં દિલીપભાઈ મોહનભાઈ ગોહીલ, ઉ.વ.૩૪, રે. સચાણા ગામ ગ્રામ પંચાયત ઓફીસ સામે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  ખીજડીયા બાયપાસ થી આગળ સમરશ હોસ્ટેલ પાસે, જામનગરમાં ફરીયાદી દિલીપભાઈના બાપુજી મોહનભાઈ લાખાભાઈ ગોહીલ, ઉ.વ.પપ વાળા તતેની સીલ્વર કલરની મોટરસાયકલ જેના રજી. નં. જી.જે.–૧૦–બી.પી.–ર૩૦૯ ની ચલાવીને જતા હતા ત્યારે આરોપી મહીન્દ્રા ફોરવ્હીલ ટીયુવી ૩૦૦ જેના રજી.નં. જી.જે.૧૦–સી.એન–રર૩રનો ચાલક પુરઝડપે ચલાવી મરણજનાર મોહનભાઈના મોટરસાયકલ ને પાછળથી ઠોકર મારતા મોહનભાઈ ને માથાના પાછળના ભાગે તથા ડાબા પગના તથા શરીરે ઈજા કરી સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયદેવસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  દરેડ ગામ બેંક ઓફ બરોડાના એ.ટી.એમ. સામે રોડ ઉપર આરોપી સાગર પરબતભાઈ ડાંગર, રે. નરમાણા ગામ વાળા બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ટ્રેકટર પલ્ટી મારી જતા યુવાનનું મોત

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ નાનજીભાઈ રાઠોડ, ઉ.વ.ર૪, રે. નવા નાગના, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર રોડ પર ફોરેસ્ટ ગોડાઉન સામે રોડ પર કાલાવડમાં આરોપી માવજીભાઈ નાનજીભાઈ રાઠોડ, ઉ.વ.૩ર,  રે. નવા નાગના, જિ. જામનગરવાળા મીની ટ્રેકટર પર પુર ઝડપે  પલ્ટી મારી જતા શરીરના અંદરના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ પામેલ છે.

જામજોધપુર માંથી મોટરસાયકલ ચોરાયું

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ મુળજીભાઈ વાછાળી, ઉ.વ.પ૪, રે. રામવાડી શેરીનં.–ર, જામજોધપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ સમાજની ગેઈટ સામે ગોલ્ડન એપાર્ટમેન્ટ નીચે, જામજોધપુરમાં ફરીયાદી શૈલેષભાઈએ પોતાનું હિરો હોન્ડા સ્પેલન્ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧પ– કે.કે. ૩૦ર૬ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:34 pm IST)