Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પિયાવા ગામનો બુટલેગર પાસા તળે પોરબંદર જેલ હવાલે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩૦ : પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટાનાઓએ લીસ્‍ટેડ પ્રોહી. બુટલેગર અને હીસ્‍ટ્રીશીટર સતિષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડા (ઉવ.૨૫) રહે. પિયાવા તા. સાવરકુંડલા વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠા કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી.

અમરેલી મેજિસ્‍ટ્રેટ ગૌરાંગ મકવાણા દારૂના ધંધાર્થી વિરૂધ્‍ધ પાસાનું વોરંગ ઇસ્‍યુ કરતાં પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે વોરંટતની બજવણી કરી, સ્‍પેશ્‍યલ જેલ પોરબંદર ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

(1:30 pm IST)