Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જૂનાગઢમાં ૩૫ માથાભારે ઇસમોને ચેક કરાયા

જૂનાગઢ,તા.૩૦ : જિલ્લામાં રમઝાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ પસાર થાય તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુન્‍હેગારોને ચેક કરવાના  નવતર પ્રયોગ આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પો.ઈન્‍સ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પો.ઈન્‍સ. આર.એસ.પટેલ, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. જે.જે.ગઢવી, બીલખા પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. જે.આર.વાજા, મેંદરડા પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. કે.એમ.મોરી વિસાવદર પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. એન.એ.શાહ, ભેસાણ પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. કે.એમ.ગઢવી તથા તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પો.સ.ઇ. પી.વી. ધોકડિયા દ્વારા રોલકોલમા શહેર તથા જિલ્લા વિસ્‍તારના ભૂતકાળમાં ગંભીર ગુન્‍હાઓમા પકડાયેલ નામચીન અને માથાભારે આરોપીઓને રોલકોલમાં પોલીસ સ્‍ટેશન ખાતે બોલાવીને પોલીસ અધિકારી તથા પોલીસ સ્‍ટાફની હાજરીમાં આ માથાભારે ઈસમો કયારે પકડાયેલ, કયાં ગુન્‍હામાં પકડાયેલ અને હાલમાં શું પ્રવળત્તિ કરે છે..? તે વિગત માથાભારે ઈસમો પાસે જ બોલાવી, બાદમાં તમામ સ્‍ટાફને ઓળખ કરવામાં આવેલ. બાદમાં આ માથાભારે ઈસમો વિરૂદ્ધ ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવાયેલ છે કે કેમ..? વિગેરે બાબતોની નોંધ કરી, અંતમાં આ તમામ અધિકારીઓ દ્વારા માથાભારે ઈસમોને મર્યાદામાં રહેવા તથા રમઝાન ઈદના તહેવાર દરમિયાન કે ત્‍યારબાદ કોઈ ગુન્‍હાહિત પ્રવળત્તિમાં નહિ પડવા અને ગુન્‍હાહિત  પ્રવળત્તિથી દૂર રહેવા પોલીસની ભાષામાં સમજાવવામાં આવેલ જરૂર જણાયે આવા ભૂતકાળમાં પકડાયેલા માથાભારે ઇસમોના અટકાયતી પગલાઓ લઈ, જામીન લેવડાવવા તજવીજ કરવામાં આવી હતી.

  જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્‍વોને ચેક કરર્વાં માટે કરવામાં આવેલ આ નવતર આયોજન દરમિયાન ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, મારામારી, ઘરફોડ ચોરી, જેવા  ગંભીર ગુન્‍હામાં સંડોવાયેલ માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ હતા. જેમાં  એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન દ્વારા  ૧૨ આરોપીઓ, બી ડિવિઝન પોલીસ દ્વારા ૦૫ આરોપીઓ, સી ડિવિઝન પોલીસ દ્વારા ૧૦ આરોપીઓ સહિત તમામ પોલીસ સ્‍ટેશન દ્વારા મળી, કુલ આશરે ૩૫ જેટલા માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ હતા.

(12:59 pm IST)