Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

૧૧ ફોન સાથે રાજુલામાં તસ્‍કર તુર્ત ઝડપાયો

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક  હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરીએ અમરેલી જીલ્લામાં મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્‍કત સંબધી ગુન્‍હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના આપેલ હોય, જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. ડી.વી.પ્રસાદની સુચના  નીચે રાજુલા પો.સ્‍ટે.ના સ્રર્વેલન્‍સ સ્‍કોડના શ્‍ણ્‍ઘ્‍ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે  પેટ્રોલીંગ દરમ્‍યાન રાજુલા, ખડપીઠમાંથી કોઇ બીલ કે આધાર પુરાવા વગરના જૂદી-જૂદી કંપનીના અને અલગ અલગ મોડેલના કુલ-૧૧ એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૮૭,૪૯૯/- તથા રોકડા રૂ. ૬,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૯૩,૯૯૯/- નો મુદામાલ ગુનાની તપાસના કામે તથા શક પડતી મિલ્‍કત તરીકે Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્‍જે કરી,  સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ  (૧) ભરતભાઇ ઉર્ફે ભગો વિરાભાઇ બાબરીયા ઉ.વ.૨૫ ધંધો-ડ્રાઇવિંગ રહે.જૂની માંડરડી, રામજી મંદિર પાસે તા.રાજુલાને ઝડપી જ્‍યારે (૨) મહેશભાઇ મનુભાઇ ધાખડા રહે.નવા ઝાંપોદર તા.રાજુલા ફરાર થઇ ગયો છે.

 આ કામગીરી રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ   ડી.વી.પ્રસાદ તથા રાજુલા પો.સ્‍ટે.ના સ્રર્વેલન્‍સ સ્‍કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા તથા LRD ધનશ્‍યામભાઇ હસમુખભાઇ મહેતા તથા LRD વિરેન્‍દ્રસિંહ મહેન્‍દ્રસિંહ ચૌહાણ તથા LRD ભરતસિંહ લાખાભાઇ ગોહીલ તથા LRD સંજયભાઇ દેવજીભાઇ ચાવડાનાઓએ કરેલ છે

(12:59 pm IST)