Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પુનિતભાઇ શર્માનું સન્‍માન કરતા મુસ્‍લિમ આગેવાનો

 જૂનાગઢઃ બાંધકામ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્‍તરની સંસ્‍થા CREDAIના જૂનાગઢ મહાનગર (બિલ્‍ડર એસોસિએશન, જૂનાગઢ )ના પ્રમુખપદે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ અને જુનાગઢના અગ્રણી બિલ્‍ડર પુનિતભાઈ શર્માની નિમણુંક થતાંᅠ જૂનાગઢ વોર્ડ ન ૧૧ ઘાચીપટ, ગોરિપીર વિસ્‍તારના રહેવાસીઓએ સરદારબાગ સાહી મસ્‍જિદ ખાતે પુનિતભાઈ શર્માજી નું ફૂલહારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું જેમાં લદ્યુમતી સમાજના ઓસમાણભાઈ સાંધ, સલીમભાઈ બાદલ, શબ્‍બીર અમરેલિયા, સલીમભાઈ હાલા, નુરુબાપુ દાતારી, અફઝલભાઈ હિંગોરા, ફિરોજભાઈ ઠેબા તથા આગેવાનશ્રીઓ ટ્રસ્‍ટીઓ અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:56 pm IST)