Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વાંકાનેર શ્રી પાર્થધ્‍વજ હનુમાનજી મંદિરે ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી :

વાંકાનેર જીનપરા પાર્થધ્‍વજ હનુમાનજી ત્‍થા યુવક મંડળ દ્વારા ચાલતી ભાગવત કથામાં પાર્થધ્‍વજ હનુમાનજીના મળી તરીકે સુરેશગીરી જમનાગીરીને ગાદીએ બેસાડીને મળી તરીકે  ચાદર વિધી ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલે કરાવેલ હતી. કથા પ્રસંગે શ્રીકૃષ્‍ણનો જન્‍મની ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, ભીખાલાલ બી. મકવાણા, ટપુભા જેઠવા, સુરેશગીરી ગોસ્‍વામી, બ્રીજરાજસિંહ, વાસુદેવ તરીકે જગદીશભાઇએ સેવા બજાવેલ તેમજ આ પ્રસંગે અનુરૂપ વાંકાનેર બ્રહ્મસમાજનાં આગેવાનો ભરતભાઇ ઓઝા, રાજૂભાઇ રાવલ, આર. કે. ની સાથે અમરસિંહભાઇ મઢવી, ધીરૂભાઇ નાગ્રેચા, અને રાજગોર યુવક મંડળનાં સભ્‍યોએ કૃષ્‍ણજન્‍મ પ્રસંગે હાજરી આપી હતી તથા રૂક્ષ્મણી - વિવાહનું આયોજન ભાગવત કથામાં થયેલ તે પ્રસંગે ગાયત્રી મંદિરનાં મહંત અશ્વિનભાઇ રાવલ, પ્રવિણસિંહ ભુવા, ડી. એસ. જાડેજા, તા. પંચાયતના પ્રમુખના ભાઇ, બ્રીજરાસિંહ ઝાલા, ઘોઘુભા જાડેજા, પૂર્વ તા. પં. પ્રમુખ, રાજકોટ તા. પં. પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજાએ આ ભાગવત કથાની તમામ વિગતો મેળવી અને દિકરીઓને દાન દેવા માટે મોટી ઓફર કરી હતી અને ભાગવત કથામાં ૧,૦૦,૦૦૦ ના દાનની જાહેરાત કરી હતી અને હવે પછીનાં દિકરીઓનાં સમુહ લગ્નનાં યથાશકિત દાન આપશે તેવી જાહેરાત કરી તા. ૧-પ-ર૦રર નાં રોજ આ કથા મંડપ નીચે બ્‍લડ ડોનેશન કેમ્‍પ અને ૧૧ દિકરીઓના, સમુહલગ્ન યોજાશે અને તમામ દિકરીઓને ૧૦૧ જેટલી વસ્‍તુઓ આપવામાં આવશે. આ પાર્થધ્‍વજ યુવક મંડળ તરફથી આ સમુહ લગ્નમાં ૧૦૧ વસ્‍તુઓ આપવામાં આવશે, આ તકે યુવક મંડળનાં સભ્‍યો એવા ઘનશયામસિંહ બી. ઝાલા (ધનુભા), કિશોરભાઇ રજપૂત, નરેન્‍દ્રસિંહ ટપુભા, જેઠવા, કાંતિવનભાઇ, સરસ્‍વતી શાળાનાં આચાર્યશ્રી આ ભાગવત કથામાં વાંકાનેરનાં મહારાજા કેશરીસિંહજી  રાજકોટનાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, વાંકાનેર શહેર તાલુકા ભાજપનાં પ્રમુખો અને આ વિસ્‍તારનાં પૂર્વ મ્‍યુનિ. કાઉન્‍સીલર કિર્તીભાઇ દોશી, અને તેના ધર્મપત્‍નીએ શુભેચ્‍છા પાઠવી હતી. (તસ્‍વીર - અહેવાલ : મહમદ રાઠોડ-વાંકાનેર)

(12:47 pm IST)