Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કેટરર્સની મહિલા કર્મચારીને જાતિ પ્રત્‍યે અપમાનીત કરીઃ મેનેજર સામે એટ્રોસીટી

લોધીકાના પાળ ગામે પાર્ટી પ્‍લોટમાં બનાવઃ સુરપાલ દરબાર સામે ફરીયાદ

રાજકોટ તા. ૩૦ :.. લોધીકાના પાળ ગામે પાર્ટી પ્‍લોટમાં કેટરર્સની મહિલા કર્મચારીને જાતિ પ્રત્‍યે અપમાનીત કર્યાની મેનેજર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ જયશ્રીબેન નાનજીભાઇ સોલંકી રે. કોઠારીયા સોલવંટ રાધેશયામ સોસાયટી શેરી નં. પ રાજકોટએ નિલકંઠ કેટરર્સનાં મેનેજર સુરપાલ દરબાર  સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ લોધીકાના પાળ ગામે ખોડલ પાર્ટી પ્‍લોટમાં ફરીયાદીએ કેટરર્સના કામ માટે યુવતીઓ મોકલી હતી જેમાં કોમલબેન મેણીયાને ઝઘડો થયેલ અને બુટી ખોવાઇ ગઇ હતી. આ ઝઘડો પુરો થઇ ગયો હોવા છતાં નિલકંઠ કેટરર્સના મેનેજર સુરપાલ દરબારે કોમલબેનને ગાળો આપી જાતિ પ્રત્‍યે અપમાનીત કરતા શબ્‍દો કહયા હતાં.

આ ફરીયાદ અન્‍વયે લોધીકા પોલીસે મેનેજર સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કર્યો હતો વધુ તપાસ એસ. સી. એસ. ટી. સેલના ડીવાયએસપી મહર્ષી રાવલ ચલાવી રહ્યા છે.

(12:46 pm IST)