Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

જૂનાગઢમાં કોંગ્રેસ તાલીમ શિબિર :

 આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર યોજવામાં આવી હતી. Aicc સેક્રેટરી રામકિશન ઓજાજીના અઘ્‍યક્ષ સ્‍થાને શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં  ગુજરાત કોંગ્રેસના પૂર્વ  પ્રદેશ અધ્‍યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયા, અને Gpccના આગેવાનો હર્ષદભાઈ રીબડીયા, બાબુભાઈ વાજા, ભીખાભાઈ જોષી, પુંજાભાઈ વંશ તથા વીરજીભાઈ ઠુંમર સહીતના ધારાસભ્‍યો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિતરહ્યા હતા અને જિલ્લા કક્ષા એ સારી કામગિરી કરવા બદલ  જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી  પ્રતાપભાઈ ભરાડ અર્જુન ભાઈ મોઢવાડીયા અને રામકીશન ઓઝા જી અને ઉનાના ધારાસભ્‍ય પુંજાભાઈ વંશ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું 

(12:42 pm IST)