Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબીમાં લાઇવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો બિલાલ પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩૦ : મોરબીના કામધેનું પાર્ટી પ્‍લોટ સામે જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્‍સને પોલીસે ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન કામધેનું પાર્ટી પ્‍લોટ સામે જાહેરમાં આરોપી બિલાલ ગુલામહુશેન ઠાસરિયા આરોપી અજયભાઈ ખોજા પાસેથી THUNDEREXCH.COM નામનું આઈ ડી મેળવી તે આઈ ડી માં મોબાઈલ ફોનથી સમ્‍પર્ક સાધી મોબાઈલ ફોન દ્વારા ૨૦-૨૦ PBSK & LSG વચ્‍ચે ચાલતી ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ નિહાળી સટ્ટો રમતા બિલાલને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ તથા રોકડ રકમ રૂ.૬૪૦૦  મુદામાલ જપ્ત કર્યો હતો જ્‍યારે આરોપી અજયભાઈ ખોજા હાજર નહિ મળી આવતા તેની સામે વધુ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)