Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પોરબંદરઃ ડીઝલના વધતા ભાવ વધારા સામે માછીમારો ઉગ્ર આંદોલન કરવાના મુડમાં

કાંઠા વિસ્‍તારના ગામોના માછીમાર આગેવાનોની ખાનગીમાં મીટીંગઃ આંદોલનાત્‍મક કાર્યક્રમો ઘડવા અંગે ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ :.. માછીમારોને અપાતા ડીઝલના ભાવમાં આકરો ભાવ વધારો માછીમારો સહન કરી શકે તેમ નથી ડીઝલના ભાવ વધારા સામે માછીમારો હવે ઉગ્ર આંદોલનના મુડમાં છે બંદરકાંઠા વિસ્‍તારના ગામોના માછીમાર આગેવાનોની ખાનગીમાં યોજાઇ રહેલી મીટીંગમાં આંદોલનાત્‍મક કાર્યક્રમ ઘડવા ચર્ચા-વિચારણા ચાલી રહી છે.

માછીમારોની ડીઝલ ભાવ વધારા સામે મીટીંગ પોરબંદર વેરાવળ - માંગરોળ ગમે તે એક સ્‍થળ યોજાઇ રહી છે. મીટીંગ સ્‍થળ જાહેર કરવામાં આવ્‍યું નથી.મીટીંગ બાદ માછીમારો ઉગ્ર આંદોલન શરૂ કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

(12:34 pm IST)