Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ભેસાણના ચુડાની સગીરાનું માતા-પિતાની ગેરહાજરીમાં બળજબરીથી અપહરણ

સાળા-બનેવી સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : ભેસાણની ચુડાની સગીરાનું તેના માતા-પિતાની ગેરહાજરીમાં બળજબરીથી એક શખ્‍સ તેના બનેવીની મદદથી અપહરણ કરી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ થઇ હતી.

ભેસાણ તાલુકાના ચુડા ગામે રહેતા એક પરિવારની સગીરા વયની પુત્રીનો તેના જ ગામનો રાહુલ મગન ડાભી પીછો કરતો હતો.તા. ૨૮ એપ્રિલમાં રોજ રાત્રે ૧૦ વાગ્‍યે સગીરાનાં માતા-પિતા ઘરે ન હતા. ત્‍યારે રાહુલ તેનો કુકાવાવ ખાતે રહેતો બનેવી વિક્રમ સાથે સગીરાના ઘરે ઘસી આવ્‍યો હતો.

બાદમાં રાહુલ તેના બનેવીની મદદગારીથી સગીરાની એકલતાનો લાભ લઇ બળજબરીથી મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી ગયો હતો.

આ અંગે સગીરાની માતાની ફરિયાદ કરતા એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી એચ.એસ.રત્‍નુએ તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)