Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબીમાં જુગારના ૩ દરોડામાં ૭ શખ્‍સો પકડાયા : ૪ મહિલાની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩૦ : મોરબીમાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં ૭ શખ્‍સો પોલીસની ઝપટે ચડી ગયા હતા જયારે ૪ મહિલાની શોધખોળ હાથ ધરાઇ છે. 

પ્રથમ દરોડામાં મોરબી એ ડીવીઝન પોલીસની પેટ્રોલીગમાં હોય દરમિયાન શનાળા રોડ પર સત્‍યમપાન વાળી શેરીમાં ભક્‍તિનગરશેરી ૧ માં રહેતા ચેતન પ્રેમજીભાઈ પુજારા રહેણાંક મકાન બહારથી માણસો બોલાવી નાલ ઉધરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્‍યાં જુગાર રમતા ચેતન પ્રેમજીભાઈ પુજારા, મયુર વાણીયા અને શૈલેશ લુહાણાને રોકડ રકમ રૂ.૨,૪૫,૧૦૦ સાથે ઝડપી પાડ્‍યા હતા જ્‍યારે મેરુબેન કુરબાનભાઈ સુરાણી, ચાંદનીબેન ચેતનભાઈ પુજારા, વીણાબેન જયંતીભાઈ પટેલ અને મિતલબેન યોગેશભાઈ ગોપાણી નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ઓરિએન્‍ટલ બેંક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા દીપકભાઈ ગોવિંદભાઈ કુંવરીયા અને મહેશભાઈ લાભભાઈ વરાણીયાને રોકડ રકમ રૂ.૮૯૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જ્‍યારે ત્રીજા દરોડામાં ત્રાજપર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા નટુભાઈ વેરશીભાઈ સુનરા અને અશોકભાઈ મગનભાઈ સુનરાને રોકડ રકમ રૂ,૧૬૭૦ સાથે મોરબી બી -ડીવીઝન પોલીસે ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છ. 

(12:31 pm IST)