Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દ્વારકા પાલીકા પ્રમુખ જ્યોતિબેન સામાણીની ગુજરાત નગરપાલીકા પરિષદમાં કારોબારી સભ્ય તરીકે નિમણુંક

પ્રમુખને આપેલ સત્તાની રૂઇઍ પ્રમુખઍ કારોબારીમાં કારોબારી સભ્ય તરીકે નિમણુક કરી

(વિનુભાઇ સામણી દ્વારા) દ્વારકા,તા. ૩૦ઃ દ્વારકા નગરપાલીકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીની ગુજરાત નગરપાલીકા પરિષદમાં કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરાય છે.
ગુજરાત નગરપાલીકા પરિષદના પ્રમુખ પોપટલાલ ઍસ.પટેલની સુચના અનુસાર જણાવવાનું કે, ગુજરાત નગરપાલીકા પરિષદની સામાન્ય સભા સોમનાથ ખાતે તા. ૨૬/૩/૨૨ના રોજ મળી હતી. તેના ઠરાવ નં. ૪થી કારોબારીના સભ્યોની નિમણુંક કરવાની સત્તા સર્વાનુમતે પ્રમુખ પોપટલાલ ઍસ.પટેલને આપી હતી. પ્રમુખને આપેલ સત્તાની રૂઇઍ પ્રમુખઍ કારોબારીમાં કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરી છે.

(11:06 am IST)