Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પોરબંદરના પ્રાચીન સુદામા મંદિરે વર્ષમાં એક વખત અખાત્રીજે નીજ મંદિરમાં જઇને દર્શનનો લાભ

નીજ મંદિરમાં દામોદર લાલજી અને રૂક્ષ્મણીજી બિરાજમાનઃ સુદામા પુરીના દર્શન વિના ચાર ધામ યાત્રા અધૂરી ગણાય

(હેમેન્‍દ્રકુમાર એમ. પારેખ દ્વારા) પોરબંદર, તા.૩૦:  અક્ષય તૃતિયા-યાને અખાત્રીજ- સુદામા મંદિરે સવારના ૬ વાગ્‍યાથી રાત્રીના ૮ વાગ્‍યા સુધી નિજ મંદિરમાં શ્રી દામોદર લાલજી અને માતા રૂક્ષ્મણીના ચરણસ્‍પર્શ દર્શનનો લાભ મળશે.

સમગ્ર વિશ્‍વમાં એક જ સુદામા મંદિર આવેલ છે. મહાભારતકાળ સાથે સંકળાયેલ છે. શ્રીકૃષ્‍ણ બાલ સખા તરીકે શ્રીદામા સુદામા ખ્‍યાતિ () ઉજૈન સાંદિપન્‍ની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્‍ણ અને શ્રીદામા યાને સુદામાએ સાથે વિદ્યાભ્‍યાસ કરેલ છે. વિદ્યાભ્‍યાસના સમય દરમ્‍યાન ગુરૂમાતાની આજ્ઞાથી શ્રીકૃષ્‍ણ - શ્રીદામા યાને સુદામા અરણ્‍ય જંગલમાં લાકડા વિણવા જાય છે. આ ધન્‍ય પ્રસંગ શ્રીમદ્‌ ભાગવદ્‌ તથા સ્‍કંદપુરાણમાં વર્ણવેલ છે. શ્રીકૃષ્‍ણ - સુદામાની મિત્રતા નિઃસ્‍પૃહી સ્‍વાર્થ વગરની રહી છે. સુદામાએ હારીદ્યૃત્ત, જીવનપર્યંત અનુભવી પરંતુ શ્રીકૃષ્‍ણથી કદી વિમુખ રહ્યા નથી. હરિકથામાં પણ કથાકારો શ્રી સુદામા ચરિત્ર કથા ભાવપૂર્વક વર્ણવે છે.

શ્રીકૃષ્‍ણ અને શ્રીદામા - યાને સુદામાની નિઃસ્‍વાર્થ મિત્રતા બતાવે છે. શ્રીકૃષ્‍ણ યદુવંશી- યાને ચંદ્રવંશી -() ત્‍યારે શ્રીદામા - સુદામા બ્રાહ્મણકુળના છતા એક બીજા સાથે () એવા નિઃસ્‍પુહી શ્રીકૃષ્‍ણના બાલ સખા શ્રીદામા-સુદામાના નિજ મંદિરમાં વિક્રમ સવંત ૨.૭૮ને વૈશાખ સુદ ૩ ત્રીજ અક્ષયતૃતીયા અખાત્રીજ દિવસે તા.૩ના મંગળવારના દિવસે સંભકતો સુદામા નિજ મંદિરમાં સવારના ૬ વાગ્‍યાથી રાત્રીના ૮ વાગ્‍યા સુધી દર્શનનો લાભ લઇ શકશે. વર્ષમાં એક વાર આ બે દર્શનનો લાભ મળે છે.

જો કે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ પોષ સુદ ૮ - આઠમના દિવસે શ્રીસુદામા મંદિરનો પાટોત્‍સવ હોય ત્‍યારે અલ્‍પ સમય માટે નિજ મંદિરમાં દર્શન લાભ મળે છે. પરંતુ તે મર્યાદીત છે. સુદામા ધામ-પોરબંદર એક જ મંદિર છે. પરંતુ સુદામાની મૂર્તિ આજદિન સુધી હતી. માતા રૂક્ષ્મણી -શ્રીદામોદર લાલજી બિરાજમાન છે. પરંતુ ચાર ધામ યાત્રા કરો પણ સુદામાપુરી-પોરબંદર આવી શીશ નમાવી છાપ ન લ્‍યો ત્‍યાં સુધી ચાર ધામ યાત્રા અધુરી ગણાય છે.

શ્રીદામા-સુદામાપુરી મંદિરના પટ્ટાગણમાં ખુલ્લા ચોકામાં પાકા પથ્‍થરની સ્‍વર્ગ સીડી - ભુલભુલામણી શાષાોકત આધારીત વિધી સંપન્‍ન બેસાડવામાં આવેલ છે અનેક દંતકથારૂપ માન્‍યતા સમાયેલ છે. અક્ષય તૃતીયા અખાત્રીજના દિને શ્રીદામા-સુદામાનિજ મંદિરમાં ગર્ભાગારમાં મુર્તિ સમીય ભેટ ધરાય, ચરણસ્‍પર્શ કરાય છે. પૌવા સાકાર પ્રસાદી અપાય. માન્‍યતા છે કે શ્રી સુદામાજી આજ દિન દ્વારકા શ્રીકૃષ્‍ણને મળવા પત્‍નિના આગ્રહ જાય છે. સાત દિવસ રોકાય શ્રીકૃષ્‍ણે આતીથ્‍ય સેવા કરી પગ પખાવ્‍યા યાને ધોળા-સ્‍વચંમ પગ તુચ્‍છયા સુદામા પત્‍નિએ આપેલ તાંદુલ-પૌવા આરોગી - દ્રારિદ્રતા મિટાવી છતા શ્રીકૃષ્‍ણ પાસે સુદામાએ કાંઇ માંગ્‍યુ નહી. માત્ર મનભાવ ભકિત માંગી આ પ્રસંગ અક્ષયતૃતીયા અખાત્રીજનો હતો. જેની માન્‍યતા દરિદ્રતા મિટાવવાની ભાવના રહી છે. જો કે આ સંબંધે ચોકકસ માહિતી પ્રાપ્‍ત નથી.

એક હકિકત ખાસ નોંધીય છે કે શ્રીકૃષ્‍ણનો યુ.પીમાં જન્‍મ, શ્રી સુદામા મધ્‍યપ્રદેશ બિહારમાં જન્‍મ્‍યા તે સંશોધન માંગે છે શ્રી કૃષ્‍ણ ()કાલીન સુદામા છે જે રીતે શ્રીકૃષ્‍ણે પરિસમાં દરિયા કિનારે દ્વારકાપુરી વસાવી કર્મભુમિ  તરીકે વિકસાવી તે રીતે સુદામા જંબુદ્વીપ પોરબંદર અરબી સમુદ્ર પશ્‍ચિમ કિનારે આવી વસ્‍યા. બંને સખાએ અરબી સમુદ્રનો પશ્‍ચિમ કિનારો કર્મભૂમિ સ્‍વીકારી સુદામાનગરી પોરબંદર શ્રી દાયા-સુદામાના () સંબંધે કોઇ માહિતી મળતી નથી.

જેઠવાવંશી રાણા ભાવસિંહજી જેઠવાએ વિનામુલ્‍યે સુદામા મંદિર બંધાવી ચોક્કસ શરતો આધીન જમીન આપેલ. ચારે દિશામાંથી યાત્રાળુ સુદામા મંદિરની ઓળખ મેળવી શકે. મંદિરનો વહીવટ રાજયહસ્‍તક હતો. શ્રેષ્‍ઠી પુષ્‍ટમાર્ગીય વૈષ્‍ણવ દશાશ્રીમાળી વણીક સ્‍વ.નેમીદાસ કલ્‍યાણજી તથા સ્‍વ.મોતીચંદ કપુરચંદ ગાંધીએ () સમયે ચાર આના વર્તમાન પચ્‍ચીસ પૈસાની લોટરી કાઢ મંદિરનું નવ નિર્માણ આશરે ૧૩૫ એકસો પાંત્રીસ () પહેલાં કરાવેલ છે. પુષ્‍ટિમાર્ગીય  વૈષ્‍ણવ સંપ્રદાયના () ૧૦૮ થી ગોવિંદરાયજી મહારાજની પ્રેરણાથી છેલ્લા ચાર દશકા આસપાસ હોલસેલ જથ્‍થાબંધ કાપડના વેપારી સ્‍વ.શ્રી હરિદાસ કુરજી લાખાણી ઉર્ફે પોપટભાઇ પ્રતિ વર્ષ પોષ સુદ -૮ આઠમના પાટોત્‍સવ ઉજવણી કરતા. હાલ તેમના પરિવારે આ પરંપરા જાળવી છે. સને  ૧૯૬૦ સુધી પોરબંદરના રેલ્‍વે સ્‍ટેશન પર સુદામાપુરી - પોરબંદરનું બેનર હતુ તે કાઢી નાખેલ છે, ખાસ કરીને સુદામાભૂમિ - તેમના પરિવાર શ્રીકૃષ્‍ણ દ્વારા બંધાવવામાં આવેલ મહેલ તે સ્‍થળનું સંશોધન જરૂરી છે.

જાંબવનની હૈયાતીમાં શ્રી સુદામાનું અસમયત્‍વ હૈયાત હોઇ શકે લેખ આની સંતોષ અનુભવ્‍યો પરંતુ પર્ણ ઇતિહાસ માહિતી નથી.

(10:43 am IST)