Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોટી પાનેલી ગાયત્રી પ્રજ્ઞા પુરાણ કથાની યજ્ઞ આહુતિ સંસ્‍કાર સાથે પુર્ણાહુતીઃ

 સરસ્‍વતી ધામ શાળા દ્વારા ગાયત્રી પરિવારનું સન્‍માનઃ મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં છેલ્લા પાંચ દિવસથી ચાલતી ગાયત્રી પ્રજ્ઞા પુરાણ કથામાં દરરોજ હજારોની સંખ્‍યામાં ભાવિક ભાઈઓ બહેનો જોડાઈ દિવ્‍ય કથાનું શ્રવણ પાન કરતા હતા મોટી પાનેલી ગામ સમસ્‍ત પિતૃ મોક્ષાર્થે ગીંગણી ગાયત્રી પરિવારના ઉપક્રમે સમસ્‍ત ગામ દ્વારા આયોજિત આ સનાતન ધર્મ અને ગુરુ પરંપરા સાથે વૈદિક ગાયત્રી જ્ઞાન ની અમૃત સરવાણી સતત પાંચ દિવસ સુધી પીરસવામાં આવેલ દિવ્‍ય કથાનું અમૃત પાન જામનગર થી પધારેલા માતાજી દ્વારા આપવામાં આવતું જેને દરરોજ અસંખ્‍ય શ્રોતાગણ સ્‍મરણ કરી માં ગાયત્રીમાતા ની આરતી પૂજા કરતા હતા દિવ્‍ય કથામાં ગાયત્રી પરિવાર દ્વારા દરેક સનાતની ધર્મી ઓ એ ભારતીય ઋષિ પરંપરા મુજબ પોતાની ઘરે નાનો યજ્ઞ કરી ધૂપ દ્વારા વાતાવરણ ને પવિત્ર બનાવી નેગેટિવ ઉર્જાને બહાર કરવાથી ઘરમાં શાંતિ અને પ્રેમ નો ઉદય થાય છે સાથેજ સમાજ અને દેશમાં શાાંતિ ફેલાઈ છે તેવી સુંદર વાત કરી સર્વે શ્રોતાઓ ને સનાતન ધર્મ અને ભારતીય ઋષિ પરંપરા નું જ્ઞાન આપ્‍યું હતું આજે કથાને વિરામ આપતાં ભવ્‍ય યજ્ઞ સંસ્‍કાર સાથે પુર્ણાહુતી કરી હતી આ તકે અત્રેની શ્રી સરસ્‍વતી ધામ શાળા પરિવાર દ્વારા ગાયત્રી પરિવારના માતાઓ નું તેમજ સહાયક ગામના બહેનોનું ગાયત્રીમાતા પરિવાર પ્રતીકથી સન્‍માન કરવામાં આવેલ હતું ગાયત્રી પરિવાર મોટી પાનેલી વતી પેથાણી સાહેબે દ્વારા કથા વાચક માતાજીઓ નું બહુમાન કરવામાં આવેલ આભારવિધિ મુરબ્‍બી શ્રી રમેશભાઈ પેથાણી સાહેબે કરી હતી. (તસવીર, અહેવાલઃ અતુલ ચગ -મોટી પાનેલી)

(10:40 am IST)