Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

હળવદઃ કુવા કંકાવટી ખાતે મહાશક્‍તિ કીર્તિ દીને રાજ પરિવારની ઉપસ્‍થિતિમા શ્રીશક્‍તિ-સતી પૂજનઃ

 હળવદઃ ઇ.સ.૧૪૮૬ને ચૈત્ર વદ અગિયારના રોજ કુવા કંકાવટી ખાતે ૨૨માં જલેશ્વર શ્રીરાજ વાઘોજી અને મહંમદ બેગડા વચ્‍ચેના ૩જી વખતના યુદ્ધમાં ધ્‍વજ પડી જવા જેવી નાની ભૂલને કારણે દરબારગઢમાં રહેલા વાઘોજીના આઠેય રાણીઓ અને સાથે અન્‍ય ૭૫૦ જેટલી સ્ત્રીઓએ પોતાના રક્ષણ હેતુ કુવામાં જલ જોહર કરેલ. એ બધીજ વીરાંગનાઓના બલિદાનને યાદ કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪૭ માં ઝલ્લેશ્વર શ્રીરાજ જયસિંહજી ઝાલા ઓફ હળવદ ધ્રાંગધ્રા ના શુભ આશિષ સાથે દિકરીઓના હસ્‍તે કૂવામાં જળાભિષેક, શ્રીશક્‍તિ પૂજન, સતીના પાળિયાને સિંદૂર,થાપા, ચૂંદડી, ધજા, ધૂપ, દીપ, નિવેદ અર્પણ કરવામાં આવેલ તેમજ એ વખતની ઘટનાની વાતને વાગોળવામાં આવી હતી.(તસ્‍વીર, અહેવાલઃ દિપક જાની : હળવદ)

(10:40 am IST)