Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મુળી તાલુકાના વગડીયા ગામે રૂા. ૧,૫૧,૮૨૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૮ ઝડપાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૦: મૂળી પંથકમા પ્રો.હિ/ જુગાર અંગેની પ્રવૃતિ નેસ્‍ત નાબુદ કરવા મૂળી પી એસ આઇ ગોહિલની સુચનાથી એ.એસ આઇ હર્ષરાજસિહ ને ચોકકસ બાતમી મળેલ કે વગડીયા ગામે શિતળા માતાજીના ચોક પાસે રહેતા રાયભણભાઇ શિવાભાઇ પનારા આર્થિક ફાયદા માટે પોતાના રહેણાકના મકાનમા બહાર થી માણસો બોલાવી ગંજીપાના વડે પૈસાની લેતી દેતીનો તીનપતીનો જુગાર રમાડી અકાડો ચલાવે છે તે હકીકતે જુગાર ધારાખ કલમ-૬ મુજબ સુ.નગર નાયબ પોલીસ અધ્‍યક્ષ ના ઓનુ વોરંટ મેળવેલ હોય સરહદુ જગ્‍યાએᅠ પી એસ આઇ એચ.જી ગોહિલ એ એસ આઇ એચ એચ ઝાલા પો.હે.કો વિ.એન પરમાર, .આર.ડી.પરમાર સહિત સ્‍ટાફ ત્રાટકતા પોલીસ ને જોઇ રંગ મા ભંગ પડેલ હતો જુગાર રમતા રાયભણભાઇ શીવાભાઇ પનારા ચુ.કોળી પ્રવિણ નાથાભાઇ પનારા.ચુ.કોળી જલાભાઇ શીવાભાઇ પનારા ચુ.કોળી મનુભાઇ દેવાભાઇ ફિસડીયા ચુ.કોળી મહેશભા કેશાભાઇ પનારા ચુ.કોળી રધુભાઇ ધુધાભાઇ ફિસડીયા ચુ.કોળી અજીતભાઇ ધમાભાઇ બાટીયા ચુ.કોળી મહેશ ભાઇ ભુપતભાઇ કુકડીયા ચુ.કોળી રે.વગડીયા પાસેથી રો.૪૧૩૨૦ મોબાઇલ નંગ ૫ કિમત ૪૦.૫૦૦ મોટર સાયકલ નંગ ૫ કીમત ૭૦.૦૦૦ કુલ રૂ.૧.૫૧.૮૨૦ સાથે ૮ શખ્‍સોની ઝડપી લીધા છે.

(10:29 am IST)