Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબીનો ડંકો :સ્પેશયલ ખેલ મહાકુંભ - માં પ્રજ્ઞાચક્ષુઓએ બાજી મારી

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના ભાઈઓ બહેનોએ વિવિધ સ્પર્ધામાં ઇનામ મેળવ્યા.

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્પેશયલ ખેલમહાકુંભ ૨૦૨૨ પ્રજ્ઞાચક્ષુઓ માટે યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાં મોરબીમાં જોધપર નદી ગામ પાસે ઉતરબુનિયાદી હાઈસ્કૂલ ખાતે સ્પેશયલ ખેલમહાકુંભ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું

સ્પર્ધામાં પુરુષોમાં ગોળાફેંક ચક્રફેંક બરછીફેંક ૧૦૦/૨૦૦મીટર દોડ ઉંચીકૂદ ચેસ તેમજ મહિલાઓમાં ગોળાફેંક ચક્રફેંક બરછીફેંક જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી અલગ અલગ સ્પર્ધામાં કુલ ૨૭ ઇનામો આપવામાં આવ્યા જેમાંથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના ભાઈઓ- બહેનોએ ૨૪ ઇનામો મેળવી મોરબીનું તથા મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે

(1:01 am IST)