Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબી નજીક પાર્કિંગમાં રાખેલ ટ્રેઇલરના ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

તાલુકા પોલીસે ટ્રક અને દારૂ સહીત ૧૨.૮૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો: ટ્રેઇલરના ચોરખાનામાંથી રૂ.૨.૮૬ લાખનો ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો મળ્યો :રાજસ્થાનથી દારૂ ભરી મોરબી આપવા આવેલો એક શખ્સ ઝડપાયો, પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના ભરતનગર ગામની સામે રામદેવ વે-બ્રિજ પાસે. માળીયા-મોરબી હાઇવે રોડ ઉપરથી ટ્રેઇલરના ટલબોક્ષ તથા ચોરખાનામાંથી ૨,૮૬,૨૬૦ નો ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી રાજસ્થાનથી દારૂ ભરી મોરબી આપવા આવેલો હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે, રામદેવ વેબ્રિજ પાસે ટાટા કંપનીનું ટેઇલર ન. RJ-19-10-5864માં ઇગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી મોરબી આપવા માટે આવી એક ઇસમ ટેઇલર પાર્ક કરી ઉભેલ છે તેવી ચોકકસ બાતમી મળતા તુરત જ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે એ જગ્યાએ રેઇડ કરતા હકીકતવાળા ટેઇલરને પકડી પાડી ચેક કરતા ટેઇલરના પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઇગ્લીશ દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૪૪૪ તથા બીયરના ટીન નંગ-૨૮૮ કિં.રૂ.૨,૮૬,૨૬૦ તથા આ દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ ટ્રેલર ન. RJ-19-G0 584 કંરૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૧૨,૮૬,૨૬૦નો મુદ્દામાલ સાથે આરોપી રામચંદ્ર દલારામ વૈષ્ણવને ઝડપી લીધો હતો.

 
   
(4:21 pm IST)