Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મોરબી: માતાની પુણ્યતિથિની ફ્રી કેમ્પ કરી ઉજવણી કરી.

મોરબી ખાતે સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયાની સ્મૃતિમાં પુત્ર પ્રવિણભાઈ (ઘોઘુભાઈ) કારીયા દ્વારા પૂજન હાઇટ્સ, કાલિકાપ્લોટ પાસે સવારે 10 થી 12 ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો. હસ્તીબેન મહેતા  દ્વારા 85 જેટલા દર્દીઓએ આ. કેમ્પનો લાભ લીધો હતો. સાથોસાથ દરદીઓને તપાસી ત્રણ દિવસની દવાઓ આપી હતી. જરૂરિયાત વાળા દર્દીઓના બ્લપ્રેશર, ડાયાબિટીસ ચેક કરી આપવામાં આવ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા માટે રુચિર કારીયા, ફિરોઝભાઈ બગથરિયા જહેમત ઉઠાવી હતી. સહાયક તરીકે ચંદ્રલેખાબેન મહેતા, રશ્મિન દેસાઈ, કોઠારીભાઈ, કૌશિકા રાવલ તેમજ રૂચિતા પંડ્યાએ સેવાઓ આપી હતી.

(12:42 pm IST)